Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

ભારતીય મઝદુર સંઘના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ હસુભાઇ દવેનો કાલે જન્મ દિવસ : ૮૧ માં પ્રવેશ

રાજકોટ : દેશના જાણીતા શ્રમીક નેતા અને લેબર એડવોકેટ તેમજ ભારતીય મઝદુર સંઘના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ હસુભાઇ દવેનો કાલે તા. ૧૯ ના જન્મ દિવસ છે. ૮૧ માં વર્ષમાં પ્રવેશી રહેલ હસુભાઇ કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલના પ્રમુખ તરીકે છેલ્લા ૩૦ વર્ષથી સેવા આપી રહેલ છે. બાલ્યકાળથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક છે. મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટીટયુટ અમદાવાદના વાઇસ ચેરમેન તરીકે છેલ્લા ૮ વર્ષથી સેવારત છે.

મઝદુર પ્રવૃત્તિ સાથે છેલ્લા ૫૨ વર્ષોથી જોડાયેલા હસુભાઇ હાલ વરીષ્ઠ નાગરીક પરિસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે અને રાજકોટ ખાતે લેબર કોર્ટ તથા ઔદ્યોગિક અદાલતના લેબર લોઝ પ્રેકટીશ્નર્સ એસો.ના પ્રમુખ તરીકે  દશ વર્ષ કરતા વધુ સમયથી કાર્યરત હતા. સેન્ટ્રલ બોર્ડ ઓફ વર્કર્સ એજયુકેશનના ચેરમેન તરીકે ર વર્ષ જવાબદારી વહન કરી ચુકયા છે. શ્રમિક કાયદાઓ વિષે તેઓ ગહન જાણકારી ધરાવે છે.

૧૯૮૩ થી ૧૯૮૯ સુધી રાજકોટ સહકારી બેંકના ડીરેકટર તરીકે સેવા આપેલ.  વિશ્વકર્મા શ્રમ સાધના ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી તરીકે શરૂઆતથી જ સેવા આપી રહેલ છે. તેઓ ભારતીય મઝદુર સંઘ વતી હોંગકોંગ, ચાઇના, ફ્રાન્સ, લંડન, કોલંબો સહીતના દેશોમાં યોજાયેલ કોન્ફરન્સમાં ભાગ લઇ ચુકયા છે. કામદાર ક્ષેત્રે કલ્યાણકારી કાર્યો કરવા બદલ તેઓને ૨૦૦૬ માં મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે એવોર્ડ મળેલ. વર્ષ ૨૦૦૯ માં ગુજરાત રાજય નાણા, શ્રમ અને રોજગાર મંત્રીશ્રીના હસ્તે કર્મયોગી એવોર્ડ મળેલ. વર્ષ ૨૦૧૨ માં નેશનલ પ્રોડકટીવીટી કાઉન્સીલ, ન્યુ દિલ્હી દ્વારા કેએસપીસી રાજકોટના પ્રમુખ તરીકે લાઇફ ટાઇમ રેકગ્નીઝેશન એવોર્ડ ફોર ઇન્ડીવીઝયુઅલ એવોર્ડ પ્રાપ્ત થયેલ.

હસુભાઇ દવેને તેમના જન્મ દિવસ નિમિતે પરિવારજનો, કે.એસ.પી.સી.ના ઉપપ્રમુખ મૌલેશભાઇ ઉકાણી, ડી. જી. પંચમીયા, માનદમંત્રી મનહરભાઇ મજીઠીયા, કોષાધ્યક્ષ રામભાઇ બરછા, ટ્રેનીંગ પ્રોગ્રામ કમીટીના ચેરમેન કો-ચેરમેન દિપકભાઇ સચદે, બી. એસ. માન, હીરાભાઇ માણેક, કાઉન્સીલ ગવર્નીંગ બોડી મેમ્બર્સ તેમજ વકીલ મિત્રો તેમજ મઝદુર સંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ હિરન્મયભાઇ પંડયા, પ્રદેશ અધ્યક્ષ વાલજીભાઇ ચાવડા સહીતના પદાધિકારીઓ, કાર્યકર્તાઓએ શુભેચ્છા પાઠવી છે. તેમના મો. ૯૪૨૬૨ ૫૪૦૫૩ છે.

(3:22 pm IST)