Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

કાલે નરેશભાઈ પટેલનો ૫૫મો જન્મદિવસ

સરદાર પટેલ ભવન ખાતે રકતદાન કેમ્પઃ સતત ૧૯માં વર્ષે સેવાયજ્ઞઃ અત્યાર સુધીમાં ૧૮૦થી વધુ વખત નરેશભાઈની રકતતુલા કરાઈ : દર વર્ષની જેમ આ વર્ષે પણ બહોળી સંખ્યામાં રકતદાતાઓ રકતદાન કરી માનવ ધર્મ અદા કરશે

રાજકોટઃ સેવાકીય પ્રવૃત્ત્િ।ઓમાં સદા અગ્રેસર અને ખોડલધામ ટ્રસ્ટ કાગવડના પ્રણેતા એવા શ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્ત્।ે સતત ૧૯માં વર્ષે સેવાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ચાલતા સધ્જયોતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવતીકાલે ૧૧ જુલાઈના ગુરૂવારે નરેશભાઈના જન્મદિવસે રાજકોટમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં રાજકોટ શહેર તેમજ આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો રકતદાન કરવા ઉમટી પડશે.

સધ્જયોતા ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા ૧૯ વર્ષથી અલગ અલગ સેવાકીય પ્રવૃત્ત્િ। થકી લોકઉપયોગી કાર્યો કરી રહ્યું છે. વર્ષ ૨૦૦૦થી વિવિધ સ્થળો પર રકતદાન કેમ્પનું આયોજન કરીને જીવનમાં રકતનું કેટલું મૂલ્ય છે એ સાર્થક કરી રહ્યું છે. ૧૯ વર્ષથી સધ્જયોતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવી ચૂકયા છે. નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અગાઉ સર્વરોગ નિદાન કેમ્પ, રકતદાન કેમ્પ, કુદરતી આપત્ત્િ।ઓમાં સહાય સહિતના સેવાકીય કાર્યો કરવામાં આવ્યા છે. આ ટ્રસ્ટના માધ્યમથી વર્ષોથી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં હજારોની સંખ્યામાં રકતદાતાઓ રકતદાન કરી જરૂરિયાતમંદ દર્દીઓને નરેશભાઈ પટેલના માધ્યમથી રકત પહોંચાડે છે. રકતદાન કેમ્પમાં તમામ સમાજના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં જોડાઈને ઉત્સાહથી રકતદાન કરે છે.

શ્રી નરેશભાઈ પટેલના ૫૫માં જન્મદિવસ નિમિત્ત્।ે સધ્જયોતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તા. ૧૧ જુલાઈના રોજ સવારે ૮ થી ૧ વાગ્યા સુધી રાજકોટના શ્રી સરદાર પટેલ ભવન, (ચંદ્રેશનગર પાણીના ટાંકીના સામે, ન્યુ માયાણીનગર) ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં રાજકોટ શહેર તેમજ આસપાસના ગામડામાંથી મોટી સંખ્યામાં રકતદાતાઓ ઉમટી પડશે.

શ્રી ખોડલધામ ટ્રસ્ટના સ્વપ્ન દ્રષ્ટા એવા નરેશભાઈ પટેલ વર્ષોથી વિવિધ સેવાકીય કાર્યો સાથે જોડાયેલા છે. અત્યાર સુધીમાં ૧૮૦દ્મક વધુ વખત નરેશભાઈ પટેલની રકતતુલા કરાઈ છે. આ રકતતુલા બાદ તમામ રકત જરૂરિયાતમંદ દર્દીઓને અર્પણ કરવામાં આવે છે. નરેશભાઈના જીવનનો ધ્યેય જરૂરિયાત મંદ દર્દીઓને મદદ કરવાનો હંમેશા રહ્યો છે અને રકતદાનને મહાદાન ગણી શ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસે સધ્જયોતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન આ વર્ષે પણ કરાયું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બહોળી સંખ્યામાં સ્વયંભૂ રકતદાતાઓ રકતદાન કરી માનવધર્મ બજાવશે.

નરેશભાઈ પટેલના જન્મદિવસે દર વર્ષે યોજાતા મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં રકતદાતાઓ ઉમટી પડે છે ત્યારે આ વર્ષે શ્રી સરદાર પટેલ ભવન ખાતે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. રકતદાતાઓ શાંતિથી રકતદાન કરી શકે અને કોઈ તકલીફ ઉભી ન થાય તે માટેનું સુંદર આયોજન કરવામાં આવ્યુ હોવાનું યાદીમાં જણાવાયુ છે.(૩૭.૪)

(11:54 am IST)