Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

જામનગરના ગુડ ઇવનિંગ-સાંધ્ય દૈનિકના તંત્રી ધર્મરાજસિંહ જાડેજાનો જન્મદિન

જામનગર,તા.૧ : 'ગુડ ઇવનિંગ'સાંઘ્ય દૈનિકના તંત્રી-માલીક તેમજ શહેર ભાજપના મહામંત્રી ધર્મરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ છે.

 તેઓ છેલ્લા ૩૧ વર્ષથી જામનગરથી પ્રસિઘ્ધ થતાં 'ગુડ ઇવનિંગ' સાંઘ્ય દૈનિકના તંત્રી-માલીક તેમજ ભારતીય જનતા પાર્ટી જામનગર શહેરમાં સતત ત્રણ ટર્મથી મહામંત્રી ઉપરાંત સામાજીક-સેવાકીય સંસ્થા 'સદ્દભાવના ગુ્રપ'ના પ્રમુખ તેમજ દેશભરમાં રમતને પ્રોત્સાહન આપનારી રાષ્ટ્રીય સંસ્થા 'પેફી'(ફીઝીકલ એજયુકેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા)ના ગુજરાત રાજયના ચેરમેન છે.  આ ઉપરાંત તેઓ અનેક સામાજીક અને પર્યાવરણલક્ષી સંસ્થાઓ સાથે જોડાઇ રકત્તદાન-વૃક્ષારોપણ જેવા સમાજ ઉપયોગી કાર્યો કરતા રહે છે. જામનગર શહેરમાં બે વખત ૨૦૧૭ અને ૨૦૧૮માં ઐતિહાસિક 'જામનગર હાફ મેરેથોન' જેવી સફળ મેગા ઇવેન્ટને યોજીને જામનગરનું નામ તેમણે રોશન કર્યુ છે.

ભારતીય જનતા પાર્ટીમાં શહેર યુવા પાંખમાં ઉપપ્રમુખ બન્યા બાદ તેઓને પ્રમુખપદની જવાબદારી સોંપવામાં આવી હતી જે તેઓએ શાનદાર રીતે નિભાવી તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના રચનાત્મક સેલના કન્વીનર તરીકેની જવાબદારી ખુશીથી નિભાવી હતી. ધર્મરાજસિંહ જાડેજાની સંગઠનની આગવી સુઝ-બુઝ અને આવડતના કારણે પાર્ટીએ તેમને જામનગરના શહેર ભાજપ સંગઠનના મહામંત્રીની મહત્વની જવાબદારી સોંપી છે અને સતત ત્રણ ટર્મથી તેઓ જવાબદારી નોંધપાત્ર રીતે નીભાવી રહ્યા છે. ૨૦૧૫માં પ્રથમ વખત જ તેમણે જામનગર મ્યુનિસીપલ કોર્પોરેશનની ચુંટણીમાં ઝંપલાવ્યું અને જંગી બહુમતીથી સમગ્ર પેનલ સાથે ઝળહળતો વિજય પ્રાપ્ત કર્યો હતો. કોર્પોરેટર બન્યા બાદ પાર્ટીએ તેમને મહાનગરપાલિકામાં શાસક પક્ષના નેતા જવાબદારી સોંપી હતી જે તેઓએ નિષ્ઠા અને કૂનેહપૂર્વક નિભાવી હતી.હાલના ગ્લોબલ વોર્મિગના સમયમાં ધર્મરાજસિંહ જાડેજાએ શહેરમાં હજારો વૃક્ષો વાવી જામનગરને હરિયાળુ બનાવવાનું બીડુ ઝડપ્યું છે.

બહોળા મિત્રવર્તુળ, શુભેચ્છકો અને સમર્થકોએ ધર્મરાજસિંહને તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઇલ નંબર ૯૮૨૪૨ ૧૧૮૩૩ ઉપર આજે શુભેચ્છાઓ  વરસાવી રહ્યા છે.

(11:26 am IST)