Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

રાજકોટ રૂરલ એસપી બલરામ મીણાનો ૪૦મો જન્મદિવસ

રાજકોટ તા. ૧: રાજકોટ રૂરલ એસપી શ્રી બલરામ મીણાનો આજે ૪૦મો જન્મદિવસ છે. ૨૦૧૨ની બેચના આઇપીએસ અધિકારીશ્રી મીણાનું પ્રથમ પોસ્ટીંગ વલસાડ એએસપી તરીકે થયું હતું. પ્રમોશન બાદ અમદાવાદમાં ડીસીપી તરીકે મુકવામાં આવ્યા હતાં. જ્યાં અનેક પ્રશંસનિય કામગીરી તેમણે કરી હતી.

એ પછી રાજકોટ શહેરમાં ડીસીપી તરીકેના ચાર્જમાં પણ પોતાની કામગીરીને કારણે પ્રશંસા મેળવી હતી. નવ મહિના તરીકે રાજકોટ શહેર ડીસીપી તરીકે ફરજ બજાવી હતી. એ પછી પ્રમોશન સાથે રાજકોટ રૂરલ એસપી તરીકે નિમણુંક આપવામાં આવી હતી. જીલ્લાની ગુનાખોરીને ડામવા સતત સક્રિય રહેતાં એસપી શ્રી બલરામ મીણાને બહોળા મિત્રવર્તુળ, અધિકારીગણ, સ્ટાફ તથા સ્નેહીજનો તરફથી શુભકામના મળી રહી છે.

(11:24 am IST)