Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

વોર્ડ નં.૧ના કોર્પોરેટર દુર્ગાબાનો કાલે જન્મદિન

રાજકોટઃ શહેરના વોર્ડ નં.૧ માં ભાજપના કોપોરેટર દુર્ગાબા જયદિપસિંહ જાડેજાનો કાલે તા.૨૮ જૂનના જન્મદિવસ છે. તેઓએ યશસ્વી જીવનના ૪૪ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. દુર્ગાબા છેલ્લા ૧૦ વર્ષથી ભાજપ સાથે જોડાઇને ગાંધીગ્રામ વિસ્તારવાસીઓના પ્રશ્ને સતત કાર્ય કરી રહ્યા છે. ૨૦૧૫માં રાજકોટ મ્યુ. કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ નં. ૧ માં ભવ્ય વિજય મેળવ્યો હતો. તેઓ ભગીની ફાઉન્ડેશન અને ગાંધીગ્રામ મહિલા ક્ષત્રિય સંગઠન સહિત વિવિધ અન્ય સંસ્થાઓ સાથે જોડાયેલ છે.

દુર્ગાબાના જન્મદિવસે પરિવારજનો, રાજકીય અગ્રણીઓ, શુભેચ્છકો દ્વારા વર્ષા વરસી રહી છે.

(3:20 pm IST)