Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

રાજકોટ તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી ભુપતભાઇ સેગલીયાનો જન્મ દિવસ

રાજકોટ તા. ૨૫ : પરમ શિવ ઉપાસક એવા મુંજકાના અગ્રણી અને તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી ભુપતભાઇ સેગલીયાનો આજે જન્મ દિવસ છે. જીવનના ૫૯ માં વર્ષમાં પ્રવેશી રહેલ ભુપતભાઇએ મુંજકાના વિકાસમાં પણ સિંહફાળો આપેલ છે. આ ગામને કોર્પોરેશનમાં ભેળવવા માટે પણ તેમના અથાગ પ્રયત્નો રહ્યા છે. અખિલ ભારતીય મચ્છોયા આહિર સમાજ દ્વારકાના ટ્રસ્ટી તરીકે પણ સેવા આપી રહ્યા છે. અનેક સામાજીક સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. તેમના મો.૯૮૨૫૦ ૭૭૪૮૦ છે.

(12:44 pm IST)