Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

નવાગઢના નગરસેવક અનિલભાઇ કાછડીયાનો આજે જન્મદિવસ

નવાગઢ (જેતપુર) તા.ર૩ : ચાર ટર્મ થયા સતત ચુંટાતા નવાગઢના નગરસેવક અનિલભાઇ કાછડીયાનો આજે જન્મદિવસ છે.

હરતા ફરતા સેવાના સદાવ્રત સમા અનિલભાઇ ખરા અર્થમાં નગરના સેવક સાબીત થઇ રહયા છે. વિવિધ સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતા અનિલભાઇ અત્યાર સુધીમાં ૯૦ વખત બ્લડ કેમ્પ, ૧૦ થી વધુ વાર મહા રકતદાન કેમ્પ, દસેક સમુહલગ્નોત્સવનું આયોજન કરી ટીમવર્ક સાથે કરી ચુકયા છે. નવાગઢ લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ સદભાવના બ્લડ ડોનેટ ગ્રુપ, નવાગઢ વેપારી એસો. શ્રી ગાયત્રી ગરબી મંડળ, નિલકંઠ મહાદેવ મંદિર, ખોડીયાર મંદિરનું પ્રતિનિધિત્વ કરી રહેલા અનિલભાઇ જેતપુર દિન દયાળ ગ્રાહક ભંડાર, વિકાસ સમિતિના ચેરમેન પદે સેવાઓ આપેલ હતી. તેમના જન્મદિવસની શુભેચ્છા તેમના મોબાઇલ નંબર ૯૯રપ૩ ૩૬પ૮૭ ઉપર મિત્રો શુભેચ્છા આપી રહેલ છે.

(12:47 pm IST)