Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

ન્યુઝ રીડર આકાંક્ષા ગોંડલીયાનો જન્મદિન

રાજકોટ તા. ૨૫ : કલામહાકુંભ વકતૃત્વ સ્પર્ધામાં ઝોન કક્ષા, જિલ્લા કક્ષા અને પ્રાદેશીક કક્ષા પાલીતાણા ખાતે દ્વીતીય નંબર મેળવી સ્ટેટ લેવલ માટે કવોલીફાઇ થયેલ રાજકોટની આકાંક્ષા હર્ષદભાઇ ગોંડલીયાનો આજે જન્મ દિવસ છે. બીગ એફએમમાં જુનીયર આર.જે.નો અનુભવ મેળવનાર આકાંક્ષા હાલ ન્યુઝ રીડર વોઇસ ઓવર રીડીંગ તરીકે સેવા આપી રહેલ છે. તેણે નારી શકિત વિષે આપેલ સ્પીચને સોશ્યલ મીડિયામાં વ્યાપક પ્રતિસાદ મળ્યો હતો. આજે જન્મ દિવસ નિમિતે આકાંક્ષા ગોંડલીયા (મો.૯૯૨૫૩ ૩૭૭૩૭) ને ઠેરઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે.

(2:33 pm IST)