Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

યુથ આઈકોન... સૌના સ્‍વીકૃત ઘનશ્‍યામ હેરભાનો જન્‍મદિન : શુભેચ્‍છા વર્ષા

રાજકોટ, તા. ૧ : હકારાત્‍મક વલણ, હસમુખો ચહેરો સાથે સોમાં સવાયા ચુંબકીય વ્‍યકિતત્‍વ ધરાવતા આહિર અગ્રણી અને યુથ આઈકોન ઘનશ્‍યામ હેરભાનો આજે જન્‍મદિવસ છે. ૪૪ વર્ષ પૂર્ણ કરી વિકાસશીલ ૪૫માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.

જસદણ તાબેના કડુકા ગામના ખમીરવંતા આહિર અગ્રણી મેરામભાઈ હેરભાના સુપુત્ર ઘનશ્‍યામ હેરભા બાલ્‍યકાળથી શિક્ષણમાં તેજસ્‍વી છે. તેઓએ બીકોમ, એલ.એલ.બી. અને પત્રકારત્‍વનો અભ્‍યાસ પૂર્ણ કરી રીયલ એસ્‍ટેટ - ઔદ્યોગિક ક્ષેત્રે કાર્ય કરી રહીને ગગનચૂંબી પ્રતિષ્‍ઠા મેળવીને સમાજ - સેવાના કામમાં હંમેશા અગ્રેસર રહેતા ભાજપ આગેવાન ઘનશ્‍યામ હેરભા પી.ડી.માલવીયા કોલેજમાં ટ્રસ્‍ટી, આહિર શૌર્ય દિવસ સમિતિના પ્રમુખ, આહિર બોર્ડીંગ રાજયોના પૂર્વ પ્રમુખ, આહિર સમાજ ભવન દ્વારકાના ટ્રસ્‍ટ તરીકે કાર્યરત છે. વિશ્વાસનિયતાની ઓળખ બનેલા ઘનશ્‍યામ હેરભા તેજ, તાકાત, તરવરાટનો ત્રિવેણી સંગમરૂપ છે. માત્ર રાજકોટ - સૌરાષ્‍ટ્રમાં જ નહિં દેશ-વિદેશમાં પણ વ્‍યવસાય અને પ્રતિષ્‍ઠા હાંસલ કરી છે.

ઘનશ્‍યામ હેરભાના જન્‍મદિને મો.૯૪૨૭૫ ૫૫૫૫૫ ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.

હર રાહ આસાન હો... હર રાહ પે ખુશિયા હો...

હર દિન ખૂબસુરત હો... હર દિન શુભકામના હો...

ઐસા મંગલ તુમ્‍હારા હર જન્‍મદિન હો...

(12:21 pm IST)