Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

રીબડાથી રાજકોટ ગતિ સાથે પ્રગતિ

કોંગીનો રંગ, સેવાનો સંગ : શકિતસિંહ (બકુલભાઇ) જાડેજાનો જન્મદિન

રાજકોટ : પ્રદેશ કોંગ્રેસના ભૂતપૂર્વ ડેલીગેટ રીંબડાવાળા શ્રી શકિતસિંહ આઇ.જાડેજા માટે આજે વિશેષ યાદગાર દિવસ છે. તેમનો જન્મ તા.રર ફેબ્રુઆરી ૧૯૬૮ ના દિવસે થયેલ. આજે યશસ્વી જીવનના ચોપનમાં વર્ષના પંથે પ્રમાણ કર્યુ છે.

દૂધમાં સાકર ભળે તેમ સૌ સાથે ભળી જતા શ્રી શકિતસિંહ જાડેજા (બકુલભાઇ) ભૂતકાળમાં યુવક કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસમાં વિવિધ જવાબદારી સંભાળી ચુકયા છે. સ્વ. મનોહરસિંહજ જાડેજા (દાદા) પાસેથી તેમણે સમાજ સેવાનું માર્ગદર્શક અમુલ્ય ભાથુ મેળવ્યું છે. તેઓ ખેતી સાથે સંકળાયેલા છે. જાહેર જીવનમાં તેમના સંબંધો ઉગી નીકળ્યા છે. જિલ્લા પંચાયત કચેરી ખાતે તેમનો જીવંત સંપર્ક રહ્યો છે. સાંપ્રત પ્રવાહોના ઉંડા અભ્યાસ સાથે મુકસેવક તરીકે કાર્યરત છે. મો. ૯૯ર૪૯ પ૬૦૬ર રાજકોટ.

(1:12 pm IST)