Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

કાલે અધ્યાપક-અભિનેતા-વકતા-સ્ક્રીપ્ટ રાઇટર ડો.સંજય કામદારનો જન્મદિન

રાજકોટ તા. ર૦ : શ્રીમતી કે.એસ.એન. કણસાગરા મહિલા કોલેજ, રાજકોટના ગુજરાતીના અધ્યાપક ડો. સંજય ધર્મેન્દ્રકુમાર કામદારનો કાલે જન્મદિન છે. તેનો પ૬માં વર્ષમાં પ્રવેશ થશે.

તેઓ 'પ્રાઇડ ઓફ ન્યુ જનરેશન' અને 'આઉટ સ્ટેન્ડીંગ યંગ પર્સન' એમ બે પુરસ્કાર એવોડર્સથી બહુમાનિત તેમજ પી.એચ. ડી.બેચલર ઓફ જર્નાલીઝમ એન્ડ માસ કમ્યુનિકેશન જેવી ઉચ્ચ શૈક્ષણીક પદવી ધરાવે છે.

સોંગ એન્ડ  ડ્રામા ડીવીઝન, ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટીંગ મિનિસ્ટ્રી , ન્યુ દિલ્હી, ભારત સરકાર તરફથી ત્રણ વખત 'વરિષ્ઠ કલાકાર' શ્રેણી પ્રાપ્ત  આ અભિનેતાએ  અનેક લાઇટ એન્ડ સાઉન્ડ શો (કેન્દ્ર સરકાર), 'ધન્ય ધરા સૌરાષ્ટ્રની' સહિતના અનેક 'વાઇબ્રાન્ટ ગુજરાત' શો (ગુજરાત રાજય સરકાર), ફિલ્મ 'વીર હમીરજી-સોમનાથની સખાતે' (મહમદ, બેગડો-મુખ્ય ખલનાયક), સહિત પાંચ ફિલ્મો, ૮૦ થી વધુ ટેલી ફિલ્મો (એકટીંગ એન્ડ ડબીંગ) સાવધાન ઇન્ડીયા, મેરી કહાની (દિલ્હી દૂરદરર્શન), અમરકથાઓ (અમદાવાદ દૂરદર્શન), જયસ્વામીનારાયણ (સબ ટીવી-હિન્દી), નરસિંહ મહેતા (ઇ-ટી.વી-કલર્સ ગુજરાતી), સપનું એક સવાયુ (રાજકોટ દૂરદર્શન) જેવી સિરીયલ્સમાં અભિનય કરવા ઉપરાંત મુળભુત રીતે રંગમંચ અને તખ્તાના કલાકાર તરીકે ઇ.સ.૧૯૮૧ થી અભિનય આપ્યો છે.

વિવિધ રંગી ભૂમિકાઓ ભજવી ઉત્તમ અદાકારી અને ઉત્તમ અભિનય ક્ષમતાનો પરિચય આપી નવી પેઢીમાં એક સશકત અભિનેતા તરીકે પ્રતિષ્ઠત થયા છે.  પુર્વ વડાપ્રધાન સ્વ. શ્રી અટલ બિહારી વાજપાઇના એક અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રીશ્રી હતા ત્યારેતેમના ૧૭ કાર્યક્રમો સહિત વર્તમાન અને પૂર્વ મુખ્યમંત્રીશ્રીઓના કુલ ૩૩ કાર્યક્રમોમાં ઉદ્દઘોષક-કાર્યક્રમ સંચાલક તરીકે સેવા આપનાર સંજય કામદારે એન્કર તરીકે તેમજ છેલ્લા સાડા ત્રણ દાયકાથી આકાશવાણી (રેડીયો નાટક-ઉદ્દઘોષણા) અને દૂરદર્શનના કલાકાર તરીકે 'આવાઝી' પ્રતિભાનો પરિચય આપ્યો છે. લગભગ બે દાયકા જેટલા સમયથી ન્યુઝ રીડર તરીકે લોકપ્રિય રહ્યા છે.(મો. ૯૮ર૪૪ પ૩૮૬પ)

(3:23 pm IST)