Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

પ્રજાપતિ સમાજના યુવા એડવોકેટ દિપકભાઇ લાડવાનો આજે જન્મદિન

રાજકોટ તા. ૧૯ : સોરઠીયા પ્રજાપતિ સમાજના તરવરીયા યુવા વકીલ દિપકભાઇ એમ. લાડવાનો આજે જન્મ દિવસ છે. વ્યવસાયે માધવ ડેવલપર્સ સાથે સંકળાયેલા દિપકભાઇ સોરઠીયા પ્રજાપતિ યુવક મંડળના કારોબારી સભ્ય છે. તેમજ ભાજપ વોર્ડ નં. ૧ મા મંત્રી તરીકેની જવાબદારી પણ વહન કરી રહ્યા છે. પ્રજાપતિ રાજકીય જાગૃતિ અભિયાનમાં રાજકોટ જિલ્લા સંયોજક તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે.  ગુજરાત પ્રજાપતિ ભાજપા વિચારધારામાં શહેર સંયોજક છે. યશસ્વી જીવનના ૪૧ માં વર્ષમાં પ્રવેશી રહેલ એડવોકેટ દિપકભાઇ એમ. લાડવા (મો.૯૪૨૬૯ ૬૦૨૧૧) ને ઠેરઠેરથી અભિનંદનવર્ષા થઇ રહી છે.

(11:26 am IST)