Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

મ્‍યુ. કોર્પોરેશનના પૂર્વ વિપક્ષી નેતા સુધીરભાઇ જોષીનો ૮૩માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ : સૌરાષ્‍ટ્રની સૌથી મોટી રાજકોટ મહાનગરપાલિકામાં વિપક્ષ કોંગ્રેસના નેતા તરીકે અસરકારક કામગીરી કરી ચૂકેલા શ્રી સુધીરભાઇ જોષીનો જન્‍મ તા. ૧૯ જાન્‍યુઆરી ૧૯૪૧ ના દિવસે થયેલ. ગઇકાલે ૮૩ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. સૌરાષ્‍ટ્ર શરાફી સહકારી મંડળીમાં સંચાલક તરીકે તેમનું મહત્‍વનું યોગદાન છે. રાજકીય ક્ષેત્રથી અલિપ્ત થઇ સાદગીપૂર્ણ જીવન પસાર કરી રહ્યા છે. તેમના પર ગઇકાલથી શરૂ થયેલ. શુભેચ્‍છા વર્ષા આજે પણ ચાલુ છે. ફોન નં. ૦ર૮૧ ર૪૪પ૩ર૧ અને ર૪૬૪૪૭૦ રાજકોટ

(11:56 am IST)