Gujarati News

Gujarati News

News of Monday, 16th January 2023

જામનગર ભાજપના પૂર્વ કોર્પોરેટર ચંદુભાઇ કાછડીયાનો આજે ૬૦માં વર્ષમાં પ્રવેશ

જામનગર,તા. ૧૬: લાલપુર તાલુકાના મોટી વેરાવળ ગામે તા.૧૬-૦૧-૧૯૬૪માં જન્‍મેલ ચંદુભાઈ કાછડીયા ખેડૂત પુત્ર છે. તેઓ ૨૦૦૬ થી ૨૦૧૦ સુધી વોર્ડ નંબર ૧૩ (હાલ વોર્ડ નંબર ૧૬)માં ભાજપાના કોર્પોરેટર તરીકે સેવા આપેલ તે દરમ્‍યાન તેઓ એક વર્ષ માટે ઓક્‍ટ્રોય ચેરમેન તરીકે કામગીરી બજાવેલ અને તેમાં વિક્રમ જનક આવક કોર્પોરેશન માં કરાવેલ તેઓ છેલ્લા ૨૫ વર્ષ થયા ભાજપા સાથે જોડાયેલા છે અને તેઓ ૧૯૯૭ થી ૨૦૦૨ સુધી(સતત ૨ ટર્મ)વોર્ડ નંબર ૧૬ ના ભાજપના વોર્ડ પ્રમુખ તરીકે સેવા આપેલી છે. તેઓએ જામનગર શહેર માં ગોસર્વધન સેલના કન્‍વીનરની સાથે શહેર કારોબારી સભ્‍ય તરીકે ફરજ બજાવેલ અને પટેલ સમાજની સંસ્‍થા કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજ માં તેઓ એ ૧૦ વર્ષ કારોબારી સભ્‍ય તરીકે સેવા આપેલી છે હાલ તેઓ સતત ૨૦ વર્ષ થી ન્‍યુ સાધના કોલોની એસોસિયેશન ના પ્રમુખ અને ૩૬૦ એમ.આઈ.જીના તેમજ વોર્ડ નંબર ૦૭ના પ્રભારી તરીકે સેવાઓ આપી રહ્યા છે.તેઓᅠ હાલ પણ વોર્ડ નંબર ૧૬માં અનેક સેવાકીય કામો કરી રહ્યા છે. આજરોજ તેઓના જન્‍મદિવસ નિમિતે શુભેચ્‍છાઓ પાઠવવામાં આવે છે. તેઓનો મોબાઈલ નંબર ૯૮૭૯૧ ૧૪૮૬૬

(1:44 pm IST)