Gujarati News

Gujarati News

News of Friday, 13th January 2023

ભાવનગર જિલ્લા કલેકટરડી. કે. પારેખનો જન્‍મદિન

રાજકોટ : ભાવનગરના જિલ્લા કલેકટર શ્રી ડી. કે. પારેખનો જન્‍મ ૧૯૬૪ ના વર્ષની ૧૩ જાન્‍યુઆરીએ થયેલ. આજે ૬૦ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ કચ્‍છના વતની અને ર૦૦૯ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે.

શ્રી ડી. કે. પારેખ ભૂતકાળમાં જામનગરમાં નાયબ મ્‍યુનિસીપલ કમિશનર, પોરબંદરમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી,  વેરાવળ-સોમનાથમાં પ્રાંત અધિકારી, જુનાગઢ મહાનગરપાલિકામાં ચીફ ઓફીસર, ગુજરાત રક્ષા શકિત યુનિવર્સિટીમાં કુલપતિ, રાજયમાં રોજગાર અને તાલીમ નિયામક, સુરત અને પાટણમાં જિલ્લા વિકાસ અધિકારી, વડોદરામાં પ્રાદેશિક નગરપાલિકા કમિશનર, ગુજરાત એગ્રો ઇન્‍ડસ્‍ટ્રીઝમાં મેનેજીંગ ડીરેકટર વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. ફોન નં. ૦ર૭૮-ર૪ર૮૮રર, મો. નં. ૯૯૭૮૪ ૦૬ર૦૬ ભાવનગર

(12:00 pm IST)