Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

યુવા આર્મી બ્લડ ડોનર ગ્રુપના મંથન જોષીનો જન્મ દિવસ

રાજકોટ તા. ૧ : સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા મંથ જોશીનો આજે જન્મ દિવસ છે. યશસ્વી જીવનના ૩૩ માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. રાજકોટ યુવા આર્મી બ્લડ ડોનર નામથી ગ્રુપ ચલાવતા મંથન જોશીએ ૩૮ મી વખત રકતદાન કરીને જન્મ દિવસની સેવામય ઉજવણી કરી હતી. વિવિધ સામાજીક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાઇને ઝુપડપટ્ટીના બાળકોને પોષ્ટીક આહાર અને ધાબળાનું વિતરણ કરે છે. આજે જન્મ દિવસે ઠેરઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે. તેમના મો.૭૯૯૦૬ ૮૪૪૬૧ છે.

(11:22 am IST)