Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ અનુ.જાતિ વિભાગના પ્રમુખ અશોક વાળાનો જન્મદિન

રાજકોટ,તા.૪: રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ અનુ.જાતિ વિભાગના પ્રમુખ અશોક એ. વાળાનો આજરોજ જન્મદિવસ છે. મહામારી કોરોના અને લોકડાઉન વચ્ચે શ્રમજીવી વિસ્તારમાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કરિયાણાની કીટ અને માસ્ક વિતરણ કરેલ. પર્યાવરણ પ્રેમી પણ છે. પર્યાવરણ જાગૃતિ માટેની, પ્રદુષણ મુકિત માટેની સાયકલ સ્પર્ધામાં શિલ્ડ મેળવી ચુકયા છે. તેમની લોકસેવાના કામોને રાજયપાલ શ્રી આર.કે. ત્રિવેદીએ પણ બિરદાવેલ છે. તેઓ વિવિધ સામાજિક સંગઠનો સેવા કરતા સંગઠનો સાથે જોડાયેલ છે. પ્રમુખ ડો.બાબા સાહેબ આંબેડકર ફાઉન્ડેશન, પ્રમુખ સમતા સૈનિક દળ પ્રમુખ, અખિલ ભારતીય બૌધ્ધ ધમ્મ સંઘ એન્ડ એજયુકેશન ટ્રસ્ટ ઉપપ્રમુખ, અનમોલ કો.ઓપ. સોસાયટી પ્રમુખ તરીકે જોડાયેલ છે. તાજેતરમાં રાજકોટ શહેર અનુ. જાતિ કેળવણી મંડળ અનુ.જાતિ સૌરભ દ્વારા અનુ.જાતિના સમુદાયના ર્સ્વાંગી ઉત્સાન માટે સેવા માટેના તેમનું સન્માન કરવામાં આવેલ.મો.૯૪૨૭૭ ૨૦૪૮૯

(12:56 pm IST)