Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

સૌને સાથે રાખી ચાલનારા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીનો આજે જન્મદિવસ

વર્તમાન કોરોના સંક્રમણ સ્થિતિમાં જન્મદિન સાદગીપૂર્ણ ઉજવ્યો : કાર્યકરો - શુભેચ્છકોને ટેલીફોનિક શુભેચ્છા પાઠવવા અનુરોધ : સ્તુત્ય પગલુ

રાજકોટઃ શહેર ભાજપના તરવરીયા અધ્યક્ષ કમલેશ મિરાણીનો આજે જન્મદિવસ છે.  જો કે વર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિ અને ભાજપના દિગ્ગજ નેતા સ્વ.અભયભાઈ ભારદ્વાજ તથા ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈના નાનાભાઈનું તાજેતરમાં જ દુઃખદ અવસાન થયુ હોય શહેર ભાજપમાં શોકમય વાતાવરણ છે ત્યારે કમલેશભાઈએ પુષ્પગુચ્છ - રૂબરૂ શુભેચ્છા વગેરેથી દૂર રહી પોતાના નિવાસસ્થાને રહી અત્યંત સાદગીપૂણૃ રીતે કોઈ ઝાકઝમાળ વગર માત્ર વડીલોના આર્શીવાદ મેળવી ઉજવેલ હતો. તેમજ મિત્રો, કાર્યકરો, શુભેચ્છકોને પણ માત્ર ટેલીફોનિક શુભેચ્છા પાઠવવા અનુરોધ કર્યો હતો. બહોળુ મિત્રવર્તુળ અને રાજકોટના લોકોનો પ્રેમ, વિશ્વાસ ધરાવતા શ્રી કમલેશભાઈ સતત ત્રણ ટર્મથી ભાજપના કોર્પોરેટર તરીકે ચૂંટાતા આવ્યા છે. ખુબ નાની ઉંમરે સામાજીક કાર્યકર તરીકે કારકીર્દીની શરૂઆત સાથે રઘુવંશી આગેવાન તરીકે પણ કાર્યરત છે અને જલારામ મહોત્સવ સમિતિના માર્ગદર્શક તરીકે પણ એક દાર્શનીક ભૂમિકા નિભાવે છે.

લગભગ ત્રણ દાયકાથી પણ વધારે રાજકીય ક્ષેત્રે સક્રિયતા સાથે ભાજપના ભગવા રંગે રંગાયેલા શ્રી કમલેશભાઈ રામ જન્મભૂમિ આંદોલનમાં પણ બે વખત 'કારસેવક' તરીકે જોડાયા હતા. કમલેશભાઈ મિરાણી ખુબ જ નાની ઉંમરે રાજકીય કારકીર્દીની શરૂઆત સાથે ભાજપમાં વિવિધ જવાબદારી વહન કરી સફળ નેતૃત્વની ઓળખ બની ગયા છે. ભાજપ યુવા મોરચાના કાર્યકર્તા તરીકે નેતૃત્વની શરૂઆત સાથે ભાજપનાએ સંઘર્ષકાળમાં યુવા મોરચાના ઉપપ્રમુખ અને ત્યારબાદ પ્રમુખ તરીકેની જવાબદારી દરમ્યાન યુવાનોના એક આદર્શ નેતા તરીકે પ્રસ્થાપિત થયા ત્યારબાદ શહેર ભાજપના મંત્રી, મહામંત્રી તરીકે જવાબદારી સંભાળ્યા બાદ હાલ અત્યંત મહત્વની જવાબદારી એવી શહેર ભાજપ પ્રમુખ તરીકેની તેમની ભૂમિકા અત્યંત જવાબદારીભરી અને બીન વિવાદાસ્પદ રહી છે. તાજેતરમાં જ પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ દ્વારા તેમની ફરી વખત પ્રમુખપદે વરણી કરી હતી.

સતત ત્રણ ટર્મથી કોર્પોરેટર તરીકે ચૂંટાતા રહેવું એ એમની કામ પ્રત્યેની નિષ્ઠા અને લોકપ્રિયતા બતાવે છે. કમલેશભાઈ એક જાગૃત પ્રહરી રહયા છે. કોર્પોરેશનમાં સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન તથા સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન તેમજ એસ.ટી. બોર્ડ અને કેન્દ્રની ટેલીફોન એડવાઈઝરી કમિટિના સભ્ય તરીકે તેમનો ફાળો રાજકોટના વિકાસમાં નોંધપાત્ર રહયો છે. રૈયા નગરપાલિકાથી રાજકોટ મહાનગરપાલિકાની એમની સફર એક જવાબદાર અને કર્મનિષ્ઠ રાજકારણી અને સમાજસેવકની રહી છે. નવ વિકસીત રાજકોટ અને ન્યુ રાજકોટના વિકાસના વિઝનમાં એમના નેતૃત્વનું અનેરૂ યોગદાન રહયુ છે. ઉત્સાહી અને સફળ નેતૃત્વ અને કોઈપણ જવાબદારી સહર્ષ સ્વીકારવાના એમના સ્વભાવને કારણે ભાજપ દ્વારા વિવિધ મહાનગરો, શહેરો અને રાજયોમાં શ્રી કમલેશભાઈની નિપુણતાને લક્ષમાં લઈ ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી અને જવાબદારી સોંપતું રહયું છે. કમલેશ મિરાણી પણ આ કામગીરીમાં સફળતાપૂર્વક પરિણામ આપતા રહયા છે. આટલી લાંબી રાજકીય અને સામાજીક કારકીર્દી દરમ્યાન અને પોતાના સ્વભાવના પ્રેરક પ્રયાસથી અસંખ્ય યુવાનોના આદર્શ બની, માર્ગદર્શક બની તેમને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડયા છે. કમલેશભાઈના જન્મદિવસે મો. ૯૭૧૪૭ ૦૭૧૧૩ ઉપર ભાજપ અગ્રણીઓ, કાર્યકર્તાઓ, શુભેચ્છકો, મીત્રો, પરિવારજનો તરફથી શુભેચ્છાઓ મળી રહી છે.

(3:46 pm IST)