Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

જૂનાગઢ મનપાના સેક્રેટરી કલ્પેશ ટોલીયાનો આજે જન્મદિન

જૂનાગઢ : જૂનાગઢ મ.ન.પા.નાં સેક્રેટરી કલ્પેશ ટોલીયાનો આજે જન્મદિવસ છે.

જૂનાગઢના પ્લાસવા ગામે માતા હંસાબેન અને પિતા ગુલાબચંદ ટોલીયાને ત્યાં તા. ૨૭-૧૧-૧૯૬૯ના રોજ જન્મેલા શ્રી કલ્પેશ ટોલીયા તેની જીવન મંઝીલની અર્ધી સદી પુરી કરીને ૫૧માં વર્ષમાં પ્રવેશ્યા છે.

સરળ સ્વભાવ અને વિશાળ મિત્ર વર્તુળ ધરાવતા મહાનગરપાલિકાનાં સેક્રેટરી શ્રી કલ્પેશ ટોલીયા પર તેમના જન્મદિન નિમિતે મો. ૮૧૨૮૬ ૪૯૦૯૯ ઉપર શુભેચ્છા અભિનંદનની વર્ષા રહી છે.

(12:50 pm IST)