Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

તાલુકા પંચાયતના પૂર્વ ઉપાધ્યક્ષ વિજય દેસાઇનો આજે જન્મદિન

રાજકોટઃ રાજકોટતાલુકાના ભાજપ આગેવાન તથા તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ વિજય દેસાઇનો આવતીકાલે જન્મદિવસ છે. તેઓએ ૪૫માં વર્ષમાં પ્રવેશ કરશે. ખોખડદડના વતની વિજયભાઇ યુવાવયથી ગ્રામ્યજનો તથા ખેડુતોને લગતી સેવાકીય અને સામાજીક પ્રવૃતિઓ સાથે સંકળાયેલ છે.

પક્ષમાં મહત્વના હોદા પર સેવા આપી ચુકેલ છે સૌને સાથે રાખીને આગળ વધવામાં માને છે. બહોળુ મિત્ર વર્તુળ ધરાવે છે. તેમની આગેવાનીમાં સર્વજ્ઞાતિ સમૂહલગ્નો યોજાયેલ છે. તેઓએ ખોડલધામ ભોજલરામ વગેરે ટ્રસ્ટોમાં સેવા આપેલ છે. તથા અનેક સેવાકીય ટ્રસ્ટો સાથે સંકળાયેલા છે. પ્રજાહિતને અગ્રેસર રાખીને કામ કરવામાં માને છે.

મો.૯૮૨૫૦ ૩૨૭૩૧- રાજકોટ

 

(12:55 pm IST)