Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

જી. એસ. ટી.ના સંયુકત કમિશનરનો પ૩માં વર્ષમાં પ્રવેશ

દિનેશ ત્રિવેદી વ્યકિત એક, વિશેષતા અનેકઃ હેપ્પી બર્થ ડે

રાજકોટ : સ્ટેટ ગૂડ એન્ડ સર્વીસ ટેક્ષના રાજકોટ વિભાગીય સંયુકત કમિશનર શ્રી દિનેશ વી. ત્રિવેદી, માટે આજના સૂરજે યાદગાર દિવસ ઉગાડયો છે. તેમનો જન્મ ૧૯૬૭ ના વર્ષની ૧૩ નવેમ્બરે થયેલ. આજે વાઇબ્રન્ટ જીવનમાં ત્રેપનમાં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે.

શ્રી દિનેશ ત્રિવેદી મુળ જુનાગઢ પંથકના આલીધ્રા ગામના વતની છે. ગુજરાત કૃષિ યુનિવર્સિટીમાંથી સુવર્ણચંદ્રક સાથે અનુસ્નાતકની પદવી મેળવી છે.

૧૯૯પ માં  જી. પી. એસ. સી. ની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉતીર્ણ થઇ સરકારની સેવામાં જોડાયા બાદ ઉત્તરોતર ૩ વખત બઢતી સાથે હાલ સંયુકત કમિશનર જેવી મહત્વની જગ્યા પર કાર્યરત છે. નિષ્ઠા અને પ્રતિષ્ઠાના ઝળહળાટ સાથે જીવનના વધુ એક નવા વર્ષના શુભારંભ નિમિતે તેમના પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે. મો. નં. ૯૮રપપ ૪૯૦પ૧ રાજકોટ

(11:47 am IST)