Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

નરસૈયાની નગરીના સર્વાંગી વિકાસના સ્વપ્ન શિલ્પી

મિ. રીલાએબલ મ્યુ. કમિશનર તુષાર સુમેરાનો જન્મદિન

રાજકોટ : જુનાગઢ મહાનગરના સર્વાંગી વિકાસ માટે તવારીખી કદમો ઉઠાવનાર કાર્યદક્ષ મ્યુનિસિપલ કમિશનર શ્રી તુષાર ડી. સુમેરા આજે યશસ્વી જીવનના વધુ એક નવા વર્ષની શુભેચ્છા વર્ષાથી ભીંજાઇ રહ્યા છે. તેમનો જન્મ ૧૯૮રના વર્ષમાં ૧૩ નવેમ્બરે થયેલ. આજે ૩૮માં વર્ષની ડોર બેલ વગાડી છે.

મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ પંથકના વતની શ્રી તુષાર સુમેરા ર૦૧રની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. ભૂતકાળમાં મોરબીમાં મદદનિશ કલેકટર, નવસારીમાં જિલ્લા વિકાસ અધિકારી, ભાવનગરમાં પ્રાદેશિક નગરપાલિકા કમિશનર વગેરે સ્થાનો પર તેમણે ઉલ્લેખનીય કામગીરી કરી છે. તેમણે કારકીર્દિમાં પરિશ્રમને પારસમણિ સાબિત કરવાની સિદ્ધિ મેળવી છે. 'સિઝન' (સમય)ને અનુરૂપ વિઝન સાથે કામ કરવાની તેમની આવડત છે. શ્રીમાન સુમેરાને હેપ્પી બર્થ ડે..

ફોન નં. ૦ર૮પ-ર૬પ૦૪પ૦, મો. ૯૯૭૮૪ ૦૦પ૦૧-જુનાગઢ

(11:46 am IST)