Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

રાજબેંકના ચેરમેન અને ફિલ્ડમાર્શલના સીએમડી ચંદ્રકાંતભાઈ પટેલનો આજે જન્મદિવસ

રાજકોટઃ દેશવિદેશમાં ખ્યાતનામ રાજકોટના ફિલ્ડમાર્શલ ગ્રુપના ચેરમેન અને મેનેજીંગ ડિરેકટર તથા રાજકોટની ધી કો- ઓપરેટિવ બેંક ઓફ રાજકોટ લી.રાજબેંકના ચેરમેન ચંદ્રકાંતભાઈ પોપટભાઈ પટેલનો આજરોજ જન્મદિવસ છે. તા.૧૧/૧૧/૧૯૫૬ના રોજ રાજકોટના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે તેમનો જન્મ થયેલ.

સ્વબળે ઉદ્યોગ ક્ષેત્રે આગળ આવી ચંદ્રકાંતભાઈ પટેલે ફિલ્ડમાર્શલ થકી રાજકોટને વિશ્વ ઉદ્યોગના નકશામાં સ્થાન આપવામાં પ્રદાન કર્યુ છે. તેમની ધંધાકિય દૂરંદેશી અને શિસ્તબધ્ધ સૈનિક જેવી કાર્યશૈલીનો લાભ રાજબેંકને પણ મળ્યો છે. રાજબેંકની પ્રગતિમાં તેમનો હરહંમેશા સિંહફાળો રહ્યો છે.

રાજબેંક ઉપરાંત તેઓ અનેક સામાજીક, સેવાકિય અને શૈક્ષણિક સંસ્થાઓમાં ટ્રસ્ટીગણમાં તથા રાહબર તરીકે સેવા આપી રહ્યા છે. પાટીદાર સમાજની વલ્લભ કન્યા કેળવણી મંડળ, બી.ટી.સવાણી કીડની હોસ્પિટલ, નંદુબેન નરશીભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ, પીડીયુ મેડિકલ કોલેજ, પટેલ પ્રગતિ મંડળ, ઉમિયા પરિવાર એજયુકેશન ટ્રસ્ટમાં સેવા આપી રહ્યા છે. મો.૯૮૨૪૦ ૬૭૨૪૨

(3:32 pm IST)