Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

સંયુકત ખેતી નિયામકના નિવૃત અધિકારી નાનુભાઇ ધકાણનો જન્મદિન

રાજકોટ : સંયુકત ખેતી નિયામક કચેરીના (રાજકોટના) સેવા નિવૃત હિસાબી કમ વહીવટી અધિકારી નાનભાઇ એચ.ધકાણનો જન્મદિવસ (આજે) છે તેઓ જીવનના ૮૭ વર્ષ પુર્ણ કરી ૮૮માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે.  ૩૬ વર્ષની સેવા બાદ ૧૯૯૦માં તેઓ નિવૃત થયા છે. નાયબ કલેકટર પ્રાદેશીક તાલીમ કેન્દ્ર રાજકોટમાં (રીજીયોનલ લેવલે) હિસાબી વહીવટી તેમજ કચેરી કાર્ય પધ્ધતીના વિષયોના માર્ગદર્શન સાથે વ્યાખ્યાતા (લેકચરર) તરીકે (સૌરાષ્ટ્ર કચ્છ)માં ૧૫ વર્ષ સુધી સેવા આપેલ છે. રહેમરાહે નોકરીયાતોની પ્રીસર્વિસ ટ્રેનીંગ માટે કર્મચારીઓને તાલીમ આપી છે. તેઓ રાજકોટ જીલ્લા પેન્શનર અને સિનીયર સીટીઝન સમાજમાં હાલ ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે.

શ્રી ધકાણ ખેતીવાડી ખાતાના (રાજકોટ) પેન્શનર્સ એશો.ના આંતરીક ઓડીટર તરીકે તેમજ શ્રી સમસ્ત પરજીયા પટણી સોની જ્ઞાતિ મહામંડળ (સોની બોર્ડીંગ મોહનભાઇ હોલના) રાજકોટમાં કાર્યરત છે.(મો. ૮૮૬૬૬ ૪૧૮૮૯)

(11:36 am IST)