Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

અમરેલી-જુનાગઢના પૂર્વ આર.ડી.સી., સોમનાથના પૂર્વ ડી.ડી.ઓ.

સંકલિત બાળ વિકાસ યોજનાનાનિયામક અશોક શર્માનો જન્મદિન

રાજકોટઃ રાજયના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ હેઠળ સંકલિત બાળ વિકાસ યોજનાના નિયામક તરીકે ફરજ બજાવતા શ્રી અશોક શર્માનો જન્મ તા. ૮ નવેમ્બર ૧૯૬પ ના દિવસે થયેલ. આજે પ્રભાવી અને સેવાભાવી જીવનના પંચાવનમાં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે. તેઓની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે.

મૂળ જૂનાગઢના વતની શ્રી અશોક શર્માએ ડેરી ટેકનોલોજી અને મેનેજમેન્ટ ક્ષેત્રે અનુસ્નાતકની પદવી મેળવી છે. ભૂતકાળમાં પોરબંદરમાં નાયબ કલેકટર, અમરેલી અને જૂનાગઢમાં નિવાસી નાયબ કલેકટર, વેરાવળ અને જૂનાગઢ નગરપાલિકામાં વહીવટદાર, સોમનાથ ટ્રસ્ટમાં સચિવ, રાજય સર્વશિક્ષા અભિયાનના નિયામક, ગિર સોમનાથના જિલ્લા વિકાસ અધિકારી વગેરે પદ પર યશસ્વી કામગીરી કરી ચૂકયા છે. તેઓ વહીવટી ક્ષેત્રે કુશળ હોવા ઉપરાંત શ્રેષ્ઠ લેખક પણ છે. આધ્યાત્મિક ક્ષેત્રે તેમનો ઉંડો અભ્યાસ છે. તેઓ 'પ્રભાસ રત્ન' સહિત વિવિધ એવોર્ડથી સન્માનિત થયેલ છે. ફોન નં. ૦૭૯-ર૩રપ૩૩૦પ મો. ૯૬૩૮પ ૧૪૯૦૦ ગાંધીનગર

(11:36 am IST)