Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

રાજકોટનાં મેયર બીનાબેન આચાર્યનો આજે જન્મદિન

રાજકોટ તા. ૮ : પ્રજાને મદદરૂપ થવાની ભાવના સદાય હસમુખો ચહેરો તેમજ ખૂબજ લોકચાહના ધરાવતા મેયર અને વોર્ડ નં.૧૦ના કોર્પોરેટર બિનાબેન જયેન્દ્રભાઇ આચાર્યનો આજે તા.૮ ના જન્મ દિવસ છે. જાહેર જીવન સાથે વર્ષોથી સંકળાયેલા બિનાબેન રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં. રના કોર્પોરેટર તરીકે ચૂંટાયેલ ત્યારબાદ નગર પ્રાથમીક શિક્ષણ સમિતિમાં સભ્ય તરીકે અને બાદમાં રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીમાં સભ્ય પદ સંભાળેલ નોંધનિય છે કે હાલમાં તા.૧પ જુન ર૦૧૮ થી તેઓ રાજકોટ મહાનગરપાલિકાના મેયર તરીકેની જવાબદારી વહન કરી રહ્યા છે. રાજકોટ શહેર આંતરમાળખાકીય, સામાજિક, સાંસ્કૃતિક સહિતના તમામ ક્ષેત્રોમાં પ્રગતિની હરણફાળ ભરી રહ્યું છે. રાજકોટ શહેરનો સર્વાગી વિકાસ થાય તે તેમનું લક્ષ્ય છે. મેયર બિનાબેન આચાર્ય (મો.૯૮૯૮ર ૧૧૬૦૬) ને તેમના જન્મદિન નિમિત્તે મિત્રો-શુભેચ્છકો દ્વારા શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે. હાલમાં તેઓ અમેરિકાના પ્રવાસે છે.

(11:27 am IST)
  • ૩૦ નવેમ્બરની કોંગ્રેસની રેલી મુલત્વી રહેશેઃ ૧૪ ડીસે. યોજાશે ૩૦ નવેમ્બરે યોજાયેલ કોંગ્રેસ પક્ષની ''ભારત બચાવો'' રેલી મુલત્વી રહેવા અને તેના બદલે ૧૪ ડીસેમ્બરે યોજાવા સંભાવના હોવાનું જાણવા મળે છે. access_time 11:47 am IST

  • સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરને " ભારત રત્ન " ખિતાબ આપવા માટે કોઈની ભલામણની જરૂર નથી : અમે સત્તા ઉપર આવશું તો વીર સાવરકરને ભારત રત્ન ખિતાબથી નવાજશું : મહારાષ્ટ્રમાં ચૂંટણી સમયે ભાજપે કરેલી ઘોષણાં બાદ સત્તા નહીં મળતા સંસદમાં જવાબ access_time 8:22 pm IST

  • આધાર સેવા કેન્દ્રો હવે સપ્તાહના સાતે દિવસ ખુલ્લા રહેશે : અત્યાર સુધી મંગળવારે બંધ રહેતા હતા : લોકોના વધી રહેલા ધસારાને ધ્યાને લઇ યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) નો નિર્ણય : દરરોજ 1 હજાર આધાર કાર્ડ અપડેટ કરાશે access_time 7:55 pm IST