Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

જૂનાગઢ સરકીટ હાઉસના મેનેજરને જન્‍મદિનની શુભેચ્‍છા

 જુનાગઢ : બ્રહ્મ સમાજના ધારાસભ્‍ય અને બ્રહ્મ અગ્રણીએ સર્કિટ હાઉસના મેનેજરને જન્‍મદિવસની શુભેચ્‍છા આપી ભૂતનાથ મહાદેવનું પૂજન અર્ચન કરી સૌરાષ્ટ્ર-કચ્‍છ સમસ્‍ત બ્રહ્મસમાજ જૂનાગઢ મહાનગરના પ્રમુખ, ઔદિચ્‍ય ઝાલાવાડી બ્રહ્મસમાજનાં પ્રમુખ તથા મનોરંજન ગેસ્‍ટ હાઉસનાં મેનેજર ધાર્મિક, શ્રદ્ધાવાન તેમજ બ્રહ્મસમાજનું ગૌરવ એવા પ્રફુલભાઈ જોષીએ પોતાના ૬૫ મા જન્‍મદિવસની શરૂઆત કરી. તેમજ પ્રફુલભાઈ જોશીને બ્રહ્મસમાજના ધારાસભ્‍ય ભીખાભાઇ જોશી, છેલભાઈ જોશી, કે ડી પંડયાએ સાલ ઓઢાડી પુષ્‍પગુચ્‍છ આપી જન્‍મ દિવસની શુભકામના આપી. આ સમયે બ્રહ્મ અગ્રણીઓ મેહુલભાઈ દવે, મહેશભાઈ જોશી, આશિષ રાવલ, શૈલેષ પંડયા, શાષાી નરેન્‍દ્રપ્રસાદ, રવૈયાભાઈ વગેરે સામેલ હતા

(1:14 pm IST)