Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

રાજકોટ મ્‍યુનિ. કોર્પોરેશનના રોશની સમિતિના ચેરમેન જયાબેન હરીભાઇ ડાંગરનો આજે જન્‍મદિવસ

રાજકોટ : મહાનગરપાલિકાના રોશની સમિતિના ચેરમેન તથા વોર્ડ નં.૧૩ના જાગૃત કોર્પોરેટર અને હરીભાઈ ડાંગર (બાપલીયા)ના ધર્મપત્‍ની જયાબેન હરીભાઈ ડાંગરનો આજરોજ જન્‍મદિવસ. તેઓ હાલ રાજકોટ મહાનગરપાલિકામા રોશની સમિતિ ચેરમેન તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમજ અગાઉ એસ્‍ટેટ મેનેજમેન્‍ટ સમિતિના ચેરમેન, હાઉસીંગ ઇમ્‍પ્રુવમેન્‍ટ એન્‍ડ કલીયરન્‍સ સમિતિ ચેરમેન તરીકે રહી ચુક્‍યા છે. તેમજ પૂર્વ કોર્પોરેટર હરીભાઈ ડાંગર (બાપલીયા)ના સેવા કાર્યોને તેઓએ આગળ ધપાવેલ છે. હરીભાઈ ડાંગરનો પરિવાર હર હંમેશા દરેક સુખ દુઃખમાં મતદારોની સાથે રહે છે. જેના કારણે ખુબ જ લોકચાહના ધરાવે છે. આજે તેમના જન્‍મદિવસે શુભેચ્‍છકો દ્વારા શુભેચ્‍છા વર્ષા વરસી રહી છે.

(3:09 pm IST)