Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

જન્મદિનની શુભેચ્છાથી ભીંજાતા અધિક કલેકટર કેતન ઠક્કર

રાજકોટ : અમદાવાદમાં ઉતર ઝોનના નાયબ મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા અધિક કલેકટર કક્ષાના અધિકારી શ્રી કેતન બી. ઠક્કરનો જન્મ તા. ૩૧ માર્ચ ૧૯૬૬ના દિવસે થયેલ. ગઇ કાલે ૫૬માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

મુળ ભાવનગરના વતની શ્રી કે.બી.ઠક્કરે કારકીર્દિનો પ્રારંભ કસ્ટમ્સ અધિકારી પદેથી કરેલ જી.એ.એસ. કેડરમાં આવ્યા બાદ રાજકોટમાં ડે. કલેકટર અને આર.ટી.ઓના ઇન્ચાર્જ વડા, જામનગરમાં ડે.મ્યુ.કમિશનર અને આર.ટી.ઓના વડા, કચ્છ આર.ટી.ઓ.ના વડા, જામનગરમાં અધિક કલેકટર વગેરે પદ પર રહી ચૂકયા છે. ગઇ કાલથી શરૂ થયેલી શુભેચ્છા વર્ષા આજે પણ ચાલુ છે.

ફોન નં. ૦૭૯-૨૫૩૯૧૮૧૧

મો. ૯૦૯૯૦ ૮૩૦૩૧ અમદાવાદ.

(11:29 am IST)