Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

જુનાગઢ અને ગિરસોમનાથના સાંસદ રાજેશભાઇ ચુડાસમાનો જન્મદિવસ

પ્રભાસપાટણ જુનાગઢ તા.૧૦ : જુનાગઢ અને ગિરસોમનાથના સાંસદ રાજેશભાઇ ચુડાસમાનો આજે ૩૯મો જન્મદિવસ છે.

ભારતીય જનતાપાર્ટીમાં સતત બે ટર્મથી જંગી લીડથી સાંસદ તરીકે ચુટાતા સૌથી નાની વયના સાંસદ અને લોકપ્રિય નેતા એવા રાજેશભાઇ ચુડાસમાં અત્યંત સરળ અને નિખાલસ સ્વભાવના હોવાથી તે લોકોના હૃદયમાં અનેરૂ સ્થાન મેળવ્યું છે.

તેમનો જન્મ તા.૧૦/૪/૧૯૮ર ના રોજ માળીયા તાલુકાના ચોરવાડ ગામે થયો હતો તેઓએ બી.કોમ. સુધી અભ્યાસ કરી સ્વામિ વિવેેકાનંદ યુવક મંડળ સહિત વિવિધ સંસ્થાઓમાં ભાગ લીધો છે.

તેઓ આ પૂર્વે માંગરોળ વિધાનસભા અને ત્યારબાદ જુનાગઢ લોકસભા સીટ ઉપર બીજી ટર્મમાં પણ ચુંટાયા છે.

સદાય હસતો ચહેરો-આંગણે આવનારાને મીઠો આવકાર અને સામાન્ય જનતા તેને મળી શકે તેવો સરળ સ્વભાવ એવા તેઓને જન્મદિને ઠેર-ઠેરથી અભિનંદન શુભેચ્છાઓનો વરસાદ થઇ રહ્યો છે.મો.૯૮૭૯૩ ૪૭૯૯૯

(12:42 pm IST)