Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

દાઉદી વ્હોરા ધર્મગુરૂના મોટા પુત્ર જાફરૃંસસાદિક ઇમાદુદ્દીનનો જન્મદિન

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ : વિશ્વભરનાં ખૂણે ખૂણે વસવાટ કરતા દાઉદી વ્હોરા સમાજના ત્રેપનમાં દાઇ (સર્વોચ્ચ ધર્મગુરૂ) ડો.સૈયદના અબુ જાફરૃંસસાદિક આલિકદર મુફદ્દલ સૈફુદ્દીન (ત.ઉ.શ.)ના મોટા પુત્ર જાફરૃંસસાદિક ઇમાદુદીન આજે પોતાની જીવનયાત્રાના ૪૯ વર્ષ પૂર્ણ કરી ૫૦માં વર્ષમાં પ્રવેશ કરી રહેલ છે. વ્હોરા બિરાદરોમાં રૂહાની ખુશાલી છવાય છે.

ઉચ્ચ શિક્ષણ મેળવેલ ભાઇસાહેબ દાદા અને પિતાના પગલે અતિ વ્યસ્તતા વચ્ચે પણ લોકકાર્યો માટે સમય કાઢી રહ્યા છે. શિક્ષણ, રહેઠાણ, રોજગાર આ દરેક માટે પાયાનો પ્રશ્ન છે. વ્હોરા સમાજ સહિત દરેક માટે ચિંતા કરનાર વિશ્વ લોકકલ્યાણકારી નામદાર ડો.સૈયદના અનેક લોકહિત ધાર્મિક કાર્યોમાં ભાઇસાહેબ ચાવીરૂપ ભૂમિકા ભજવી સતત સક્રિયતા દાખવી રહ્યા છે. તેમના જન્મદિને વિવિધ માધ્યમો મારફત જગતભરમાંથી મુબારકબાદ મળી રહી છે.

(11:34 am IST)