Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

નિવૃત મુખ્ય સચિવ, પૂર્વ ચૂંટણી કમિશનર વરેશ સિન્હાનો બર્થ ડે

રાજકોટ : ગુજરાતના નિવૃત મુખ્ય સચિવશ્રી વરેશ સિન્હાનો જન્મ તા. ૬ એપ્રિલ ૧૯૫૪ના દિવસે થયેલ. આજે પ્રગતિશીલ જીવનના ૬૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અગાઉ જૂનાગઢ જિલ્લા કલેકટર પદે તેમજ સરકારના વિવિધ વિભાગો અને બોર્ડ નિગમોમાં ફરજ બજાવી ચૂકયા છે. ૨૦૧૪માં મુખ્ય સચિવ પદેથી નિવૃત થયા બાદ તેમણે રાજ્ય ચૂંટણી પંચના કમિશનર તરીકે સેવા આપી હતી. હાલ અમદાવાદમાં નિવૃત જીવન પસાર કરી રહ્યા છે.

મો. ૯૯૭૮૪ ૦૬૧૩૪ - અમદાવાદ

(10:34 am IST)