Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

ગાયત્રી ઉપાસક, ગૌભકત, લેખક ઘનશ્યામભાઇ ઠક્કરનો કાલે જન્મદિન

ચકલીના માળા, પક્ષીઓના પાણીના કુંડાના વિતરણ કરશે

રાજકોટ, તા.૫: સૌરાષ્ટ્ર મેડીકલ ચેરીટેબલ ટ્રસ્ટ, કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનીમલ હેલ્પલાઇન, વિકલાંગ પ્રેરણા ટ્રસ્ટ, અંધ અપંગ સેવા ટ્રસ્ટ (જયાં અભ્યાસ કરતાં અંધ વિદ્યાર્થીઓને વિનામુલ્યે રહેવા - જમવાની વિગેરે તમામ સુવિધા છે.), શ્રી સતુઆ બાબા આશ્રમ (વારાણસી), સહિતની સેવા સંસ્થાઓના ટ્રસ્ટી, તેમજ અંધ અપંગ ગૌશાળા (વાંકાનેર), માં ગૌરી ગૌશાળા સહિતની અનેક ગૌશાળા સાથે  સંકળાયેલા રઘુવંશી શ્રેષ્ઠી ઘનશ્યામભાઇ ઠક્કર આવતીકાલે તા.૬ના વનયાત્રાના ૭૪માં વર્ષમાં પ્રવેશ કરી રહયાં છે. જયોતિર્વિદ તરીકે ગાયત્રી ઉપાસક તરીકે નામના મેળવી છે. તેમના પ્રાસંગિક લેખો અખબારો, મેગઝિનોમાં પ્રકાશિત થતા રહે છે. પ્રકાશિત થયેલા પુસ્તકો સ્વર સિધ્ધિના ચમત્કારો, સરળ ગાયત્રી સાધના, ગાયત્રી જ્ઞાન-વિજ્ઞાન, મહામાયા મોમાઇ, ટહુંકે ટહુંકે, સંગ સંગ પતંગ સંગ તેમજ 'અવતરણ' લોકચાહના પ્રાપ્ત કરી રહયા છે. ગાયત્રીમાતાના સિધ્ધ ઉપાસક અને જયોતીષવિદ્યાના જાણકાર, ઘનશ્યામભાઇ ઠક્કર તેમના જન્મદિનની ઉજવણી ચકલીના માળા તેમજ પક્ષીઓના પાણી પીવાના કુંડા તેમજ ગૌમાતાની પાણી પીવાની કુંડીના નિઃશુલ્ક વિતરણ થકી કરશે. મો.નં.૯૮૭૯૧ ૨૫૭૨૫

(4:11 pm IST)