Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીયમંત્રી ડો. વલ્લભભાઇ કથીરિયાનો જન્મદિન

રાજકોટ, તા. ૩૦ : 'સેવા પરમો ધર્મ' અને 'ગૌસેવા દ્વારા રાષ્ટ્ર સેવા'ના મંત્રને જીવનમાં આત્મસાત કરી સમગ્ર દેશમાં ગૌચેતના જગાવી ગૌ સંસ્કૃતિના પુનઃસ્થાપન માટે રાત-દિવસ પરિશ્રમ કરતા રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીયમંત્રી ડો. વલ્લભભાઇ કથીરિયાનો આજે જન્મ દિન છે.  રકતદાનના હિમાયતી છે અને ૧ર૮ વખત રકતદાન કરી ચૂકયા છે.

જેતપુર તાલુકાના ખીરસરા ગામમાં ૩૦ નવેમ્બર ૧૯પ૪ના રોજ સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા ડો. કથીરિયા સંઘર્ષ કરી સ્વબળ અને બુદ્ધિ પ્રતિભાના આધારે હંમેશા અવ્વલ નંબરે ઉર્તિણ થઇ, જુના એસ.એસ.સી. બોર્ડમાં 'સેન્ટર ફસ્ટ' રહી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ. અમદાવાદની બી.જે. મેડીકલ કોલેજમાંથી એમ.બી.બી.એસ. અને એમ.એસ.ની (સર્જરી) ડીગ્રી મેળવી કેન્સર સર્જરીના નિષ્ણાંત તરીકે રાજકોટમાં પ્રમાણિક, ઉમદા અને કર્મયોગી સર્જન તરીકે ખ્યાતી મેળવી. આજે પણ તેમની 'શ્રેયસ હોસ્પિટલ અને ક્રીટીકલ કેર મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ શ્રેષ્ઠ સેવા માટે લોકપ્રિય છે. રાજનીતિમાં હોવા છતાં પણ દરીદ્રનારાયણની સેવા માટે ગંભીર અને જોખમી ઓપરેશન કરીને પણ અનેક દર્દીઓના જાન બચાવવામાં ડો. કથીરિયા યશસ્વી અને સફળ રહ્યા છે.  ડો. વલ્લભભાઇ કથીરિયા રાજકોટ લોકસભાની બેઠક પરથી ચાર-ચાર વખત ચૂંટાઇને તેમની લોકપ્રિયતા પૂરવાર કરી ચૂકયા છે.

અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ જેવી કે રકતદાન, વૃક્ષારોપણ, પર્યાવરણ અને દુષ્કાળમાં મેડીકલ અને કેટલ કેમ્પ, મોરબીની પુર આફત, કચ્છનો ભયાનક ભૂકંપ કે સૌરાષ્ટ્રની જળ બચાવો અભિયાન, કૃષિ મેળા, આરોગ્ય મેળા, પુસ્તક મેળા વગેરે ડો. કથીરિયાના કાર્યના પર્યાય છે. સમગ્ર દેશમાં ગૌસેવાનું વાતાવરણ નિર્માણ પામે તે માટે અનેકવિધ ગૌસેવા ગતિવિધિઓ સાથે ઉજવણી થઇ રહી છે. આજના દિવસે ડો. કથીરીયા દ્વારા ગૌ પૂજન પણ કરાશે. ઠેરઠેર શુભેચ્છાઓ વર્ષી રહી છે તેમના મો. ૯૦૯૯૩ ૭૭પ૭૭ છે.

(3:39 pm IST)