Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

ભીલ મહિલા અગ્રણી વાસવીબેન સોલંકીને જન્મદિને શુભેચ્છાવર્ષા

રાજકોટ તા. ૨૦ : ભીલ આદિવાસી મહિલા ઉત્કર્ષ મંડળ એકતા પરિષદ, ઓમ કેવલ સાંઇનાથ ટ્રસ્ટ સહીતની અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા ગુજરાત ભીલ મહીલા સંગઠનના પ્રમુખ વાસવીબેન સોલંકીનો આજે જન્મ દિવસ છે. એકતા પરિષદના માધ્યમથી તેઓ ૧૫ રાજયના આદિવાસી વિસ્તારોની યાત્રા કરી ચુકયા છે. બિહાર નેપાળની શોધયાત્રા કરી છે. મલેશીયા ખાતે કોલાલમપુરમાં એવોર્ડ મેળવવાનો યશ હાંસલ કરનાર વાસવીબેનને આજે જન્મ દિવસ નિમિતે ઠેરઠેરથી શુભેચ્છાઓ વર્ષી રહી છે. તેમના મો.૭૭૭૮૦ ૯૩૫૮૮ છે.

(3:27 pm IST)