Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

તુષારભાઈ ઝવેરીનો આજે જન્મદિવસ : અભિનંદન વર્ષા

૭૬માં વર્ષમાં પ્રવેશ : એક સારા મિત્ર, માર્ગદર્શક અને દાર્શનિક

રાજકોટ : એપેક્ષ એડવર્ટાઇઝીંગ તેમના પ્રિય શ્રી તુષાર ઝવેરી (સીએમડી)ની જન્મ દિવસની ઉજવણી કરે છે. આજે ૧૧ એપ્રિલ ૨૦૧૬ના રોજ તેમના જન્મ દિવસના ૭૫ વર્ષ પૂર્ણ કર્યા છે. ૭૫ વર્ષની વયે હજી પણ તેઓ એડવર્ટાઇઝીંગ વ્યવસાયમાં ખૂબજ સક્રિય છે અને ઘણાને પ્રેરણાદાયી બળ પુરૂ પાડે છે. તેઓ શ્રી એક સારા મિત્ર, માર્ગદર્શક અને દાર્શનિક છે, જાહેરાત ક્ષેત્રના બહોળા વર્તુળમાં તેઓ તુષારભાઇ તરીકે ખુબજ જાણીતા છે.

શિક્ષણની સતત જીજ્ઞાસા ધરાવતા શ્રી તુષારભાઇ એ વિજ્ઞાન, કાયદો, જાહેરાત, માર્કેટિંગ, પત્રકારત્વ અને જાહેર સંબંધમાં યોગ્યતા સાથે વર્ષ ૧૯૬૨ માં પારિવારીક વ્યવસાયમાં જોડાયા. એપેક્ષ એડવર્ટાઇઝીંગના સ્થાપક તેમના પિતાશ્રી મણીલાલ ઝવેરી અને તેમના મોટા ભાઇ નિધિન ઝવેરીના રસ્તે કંપનીને નવીનકરણ સાથે પુનઃનિર્માણ કરી આગળ વધારી રહ્યાં છે. સાથો સાથ તેમના પૌત્ર જલાધી ઝવેરી યુવાન પેઢીઓ માટે માર્ગદર્શક બળ પુરૂ પાડી રહ્યાં છે.સ્વ.નિધનભાઈના પુત્ર સ્વ.અજીતભાઈ ઝવેરીના ખોટ આ તકે સહુને સાલી રહી છે.

તેઓના નેતૃત્વ હેઠળ એપેક્ષ એડવર્ટાઇઝીંગ મુંબઇતેમનું મુખ્ય કાર્યાલય રહ્યું છે. સાથો સાથ દિલ્હી, જયપુર, કોટા, અમદાવાદ, વડોદરા, જબલપુર, ભોપાલ, બિલાસપુર, રાયપુર, નાગપુર, હૈદરાબાદ, બેંગલોર અને રાજકોટમાં રજીસ્ટર્ડ ઓફિસો ધરાવે છે અને તેમનું સફળ સંચાલન કરી રહ્યાં છે.

ઝવેરી કુટુંબ અને એપેક્ષ એડવર્ટાઇઝીંગના કર્મચારીગણ શ્રી તુષારભાઇના જન્મ દિવસે ખુબ ખુબ શુભેચ્છા પાઠવે છે સાથો સાથ તેઓ ઇચ્છે છે કે તેઓ અમારા સતત માર્ગદર્શક બની અમને વધુ ઉંચાઇ અને સફળતા તરફ દોરી જાય.

આજે તેમના જન્મ દિને મિત્રો, શુભેચ્છકો, સગા સ્નેહીઓ દ્વારા શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે.(મો.૯૮૨૪૦ ૫૬૫૩૮)

(11:37 am IST)