Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

સોમનાથ મંદિર ટ્રસ્ટી જે.ડી. પરમારનો આજે જન્મ દિવસ

સંસ્કૃત વિદ્વાન અને જેમના લેખનમાં તૈયાર થયેલી 'પ્રભાસ તીર્થ દર્શન' સોમનાથ માહિતી પુસ્તિકા કે જેનું ભારતની બાર ભાષાઓમાં પ્રકાશન થયું છે

પ્રભાસપાટણ : વિશ્વ પ્રસિદ્ધ ભગવાન શ્રી સોમનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટી જે.ડી. પરમાર આજે તેમની સફળત્તમ જીંદગીના ૭૭ વરસ પૂર્ણ કરી ૭૮મા વરસમાં પ્રવેશે છે.

૧૧ એપ્રિલ ૧૯૪રના રોજ પ્રભાસપાટણ મુકામે જન્મેલા તેઓ પ્રાથમિક-માધ્યમિક-મેટ્રીકમાં ફસ્ટ કલાસ સાથે પાસ કરી સોમનાથ કોલેજે અભ્યાસ કરી સંસ્કૃત બી.એ. ફસ્ટ કલાસ પાસ કરી તે જ કોલેજમાં અધ્યાપક અને પ્રિન્સીપાલ પણ બન્યા.

૧૯૭પથી તેઓ સોમનાથ ટ્રસ્ટ ટ્રસ્ટી છે અને ટ્રસ્ટે તેને સંસ્કૃત ભાષા રત્નનો એવોર્ડ પણ આપેલ છે. અભ્યાસ સ્વભાવ-શાસ્ત્ર-પુરાણો વાંચન અને જાણકારી અને સોમનાથ પુનઃ નિર્માણના જીવંત સાક્ષી તથા સોમનાથ ખાતે શહીદ વીર વેગડાજી ભીલની પ્રતિમા સ્થાપવા અંગે જેમનું મોટુ યોગદાન છે. તેવા તેઓને જન્મદિન અંગે ઠેર-ઠેરથી અભિનંદન શુભેચ્છાઓ સંપર્ક નંબર ૯૯ર૪ર ૯૬૭રર ઉપર થઇ રહી છે.

(10:15 am IST)