Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

વોઇસ ઓફ કિશોરકુમારથી જાણીતા દ્વારકાદાસ સોનીનો આજે જન્મ દિવસ

રાજકોટ તા.૧૦ : સોનાની કલાકારીગરી સાથે સ્વરની કલા આત્મસાત કરનાર સોની દ્વારકાદાસ આર. ઝીંઝુવાડીયાનો આજે જન્મ દિવસ છે. મધ્યપ્રદેશના ઇન્દોરમાં જન્મીને રાજકોટને કર્મભૂમિ બનાવનાર દ્વારકાદાસે બી.એ. સુધીનો અભ્યાસ કર્યો છે. ૧૧ વર્ષની ઉંમરે કિશોરદાના પ્રથમ શોમાં ગીત રજુ કરી કિશોરકુમારના આશીર્વાદ મેળવ્યા હતા. બસ ત્યારથી કિશોરકુમારના એવા તો ફેન બની ગયા છે કે કિશોરદાના નિધન પછી પણ તેમની દરેક પૂણ્યતીથીએ તેમના સ્મારક ખંડવાનગર જઇ સ્વરાંજલી અર્પણ કરે છે. ચૂસ્ત વૈષ્ણધર્મ પાળે છે અને મધ્યપ્રદેશ, ઉતરાંચલ, હિમાલય, યુ.પી., આસામ ખાતે વન મેન શો આપી ચુકયા છે. માઉથ ઓર્ગન વગાડવાની પણ સારી ફાવટ ધરાવે છે. કિશોરકુમારના યોડબિંગ ગીતોમાં પ્રથમ હરોળનું સ્થાન ધરાવતા દ્વારકાદાસ સોની (મો.૮૬૦૫૩ ૭૭૦૯૧) ને ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે.

(11:45 am IST)