Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

રાજ્ય પોલીસ તંત્રના મુઠ્ઠી ઉચેરા માનવી, લોકપ્રિય પોલીસ અધિકારી

સીબીઆઈના એડીશ્નલ ડાયરેકટર પ્રવિણ સિન્હાનો આજે જન્મ દિવસ

રાજકોટ, તા. ૯ :. ગુજરાતના પોલીસ તંત્રના મુઠ્ઠી ઉચેરા માનવી અને ૧૯૮૮ બેચના સિનીયર આઈપીએસ કે જેઓએ રાજકોટ રેન્જ આઈજીપી અને જૂનાગઢ રેન્જ આઈજીપી તરીકે પ્રસંશનિય ફરજ બજાવી ભારે લોકપ્રિયતા હાંસલ કરી હતી. તેવા હાલ સીબીઆઈમાં એડીશ્નલ ડાયરેકટર તરીકે ફરજ બજાવતા પ્રવિણ સિન્હાનોે જન્મ દિવસ છે.

જૂનાગઢ રેન્જ અને રાજકોટ રેન્જની ફરજ દરમિયાન દારૂબંધીની નીતિનો કડક અમલ કરાવવા સાથે દિવ કે દમણ વિગેરેમાંથી દારૂ ઘુસે નહિ તે માટે સંઘ પ્રદેશોમાં પણ તવાઈ બોલાવી હતી. સ્વચ્છ છબી ધરાવતા આ આઈપીએસ અધિકારીએ જૂનાગઢ રેન્જમાં કાયદો વ્યવસ્થાની જડબેસલાક સ્થિતિ જાળવવા સાથે જૂનાગઢના જાણીતા સેવાભાવી સર્જન ત્રિમૂર્તિ હોસ્પીટલવાળા ડો. ડી.પી. ચિખલીયા ટીમ સાથે રહી આરોગ્યલક્ષી કેમ્પો વિનામૂલ્યે કરી તેમા તમામ જાતના પરીક્ષણો પણ વિનામૂલ્યે રખાવેલ. જરૂરીયાતમંદ લોકોને કેમ્પમાં જરૂરી દવા મળે અને તેનો પણ કોઈ ચાર્જ ન લેવાય તેની કાળજી રાખી હતી. સંતોએ પણ પ્રવિણ સિન્હાના આવા કાર્યોની નોંધ લઈ તેઓને ખાખી કપડામાં રહેલા સંત તરીકે ઓળખાવ્યા હતા. તેઓ પર શુભેચ્છકો દ્વારા અભિનંદનની વર્ષા (મો.નં. ૯૯૭૮૪ ૦૬૨૯૩) થઈ રહી છે.

(11:33 am IST)