Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

જુનાગઢના પૂર્વ મેયર લાખાભાઇ પરમારનો જન્મદિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ૧ : જુનાગઢના કોંગ્રેસના પૂર્વ મેયર લાખાભાઇ પરમારનો આજે ૭૭ મો જન્મદિવસ છે.

દલિત સમાજના લડાકુ નેતા તરીકે ઓળખાતા લાખાભાઇ પરમાર વોર્ડ નં. ર૦ વિસ્તારમાં નવનવ વખત કોર્પોરેટર તરીકે ચૂંટાય આવતા હતા અને વોર્ડ તેમજ પ્રજાના પ્રશ્ને અવારનવાર ઉપવાસ આંદોલન કરનાર અને અઢી વર્ષ સુધી જુનાગઢ કોર્પોરેશનમાં મેયર તરીકે સફળ કામગીરી બજાવનાર લાખાભાઇ આજે ૭૬ વર્ષ પુરા કરી ૭૭માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેમના શુભેચ્છકો મો. નં. ૯૯૭૯૭ પપ૬૮૭ ઉપર જન્મદિનની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(12:50 pm IST)