Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

એડવોકેટ ગજેન્દ્ર જાનીનો આજે 'હેપ્પી બર્થ ડે' ફીફટી પુરી કરી

રાજકોટ, તા.૨૫: રાજકોટના જાણીતા એડવોકેટ ગજેન્દ્ર જાનીનો આજે જન્મ દિવસ છે. ગજેન્દ્ર જાની આજે યશસ્વી જીવનના ૫૦ વર્ષ પૂર્ણ કરી ૫૧મા વર્ષમા પ્રવેશ કર્યો છે. જીવનના અનેક ચડાવ ઉતાર વચ્ચે પણ સંયમ નિયમથી મક્કમ ગતિએ આગળ વધી રહેલા ગજેન્દ્ર જાનીએ પોતાના સકારાત્મક અને સમાજ ઉપયોગી અભિગમથી શૈક્ષણિક સામાજિક અને કાયદા ક્ષેત્રના વિવિધ વર્તુળમા ખૂબ લોકચાહના તથા આત્મીયતા પ્રાપ્ત કરી છે. તેઓએ ગહન અભ્યાસ તથા રજૂઆત શકિતને આધારે વકીલાત વ્યવસાય ક્ષેત્રે ખૂબ જ ટુંકાગાળામા ઉતમ પરિણામો પ્રાપ્ત કર્યા છે. શિશુકાળથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંદ્ય સાથે જોડાયેલ જેને કારણે અવાર નવાર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પોતાનુ સામાજિક ઉત્ત્।રદાયિત્વ નિભાવતા રહે છે. પરમ પૂજય મહર્ષિ પુનિતાચારીજી મહારાજ ગિરનાર સાધના આશ્રમ જુનાગઢના અનન્ય ભકત એવા ગજેન્દ્ર જાનીના જન્મદિવસ નિમિત્ત્।ે વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, મિત્રો, શુભેચ્છકો તરફથી મો.નં. ૭૦૧૬૬૬૩૭૯૯ ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.

(12:25 pm IST)