Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

ભારત પંડયાની કારકિર્દી સુવાસિત અને પ્રકાશિતઃ હેપ્પી બર્થ ડે

રાજકોટઃ ભાજપના ભૂતપૂર્વ પ્રદેશ પ્રવકતા ભરત બળદેવભાઇ પંડયા પર વાદલડી વરસી શુભેચ્છાના સરોવર છલી વળ્યા... આજે તેમના યશસ્વી જીવનનાં છપ્પનમાં વર્ષનો પ્રથમ દિવસ છે.

તા. ૨૩ જુન ૧૯૬૭ના રોજ જન્મેલા શ્રી ભરત પંડયા ગુજરાતના જાહેર જીવનના સિતારા છે. યુવા કાળમાં એક દાયકા સુધી ભાજપના પ્રદેશ કાર્યાલય મંત્રી તરીકે સેવા આપેલ રા.જ.પા. સરકારના તત્કાલીન મુખ્યમંત્રીને હરાવીને ધંધુકા મતેક્ષેત્રમાંથી જાયન્ટ કીલર ધારાસભ્ય બન્યા હતા. પાર્ટીના પ્રદેશમંત્રી તરીકે પણ રહી ચુકયા છે. બાળપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રંગે રંગાયેલા છે. ભાગ્યશાળી નેતા અને પ્રભાવશાળી વકતા છે. સંદર્ભો, આંકડાઓ, અવતરણો, પ્રસંગો વગેરેને આવરી લઇને પોતાની દલીલને ચોટદાર બનાવી શકે છે. અભ્યાસ, અનુભવ અને અવલોકનનો સંગમ તેમનામાં જોવા મળે છે. બહારો ફુલ બરસાઓ આજ ભરત પંડયા કા જન્મદિન આયા હૈ. મો.૯૮૨૫૦૧૦૩૨૯ અમદાવાદ

(1:01 pm IST)