Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

રાજકોટ ભાજપ કિશાન મોરચાના મંત્રી રાજેનભાઇ સિંધવનો જન્‍મદિન

રાજકોટ તા. ૧૬: રાજકોટ શહેર ભાજપ કિશાન મોરચાના મંત્રી રાજેનભાઇ કે. સિંધવનો આજે જન્‍મ દિવસ છે. તેઓ રાજ હાઇસ્‍કુલ, રાધે વિદ્યાલયના ટ્રસ્‍ટિ છે આર. કે. ફાઇનાન્‍સ, આર. કે. ટુર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સના સંચાલક છે. તેમના જન્‍મ દિવસ નિમિતે સરકારી હોસ્‍પિટલના બાળકોને ફ્રુટ-બિસ્‍કીટનું વિતરણ કરેલ. સુખમય જીવનના પ૯ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. વોર્ડ નં.-ર બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે પાર્ટીમાં રહી ચુકેલ ત્‍યારબાદ શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી તરીકે પાર્ટીની જવાબદારી સંભાળેલ. શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ તરીકે પાર્ટની જવાબદારી સંભાળેલ ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી તરીકેની પણ જવાબદારી સારી રીતે નિભાવેલ. બહોળુ મિત્ર વર્તુળ ધરાવે છે. આજે જન્‍મદિને તેઓને મો. ૯૮ર૪ર ૧૭૩રપ ઉપર ઠેરઠેરથી શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે.

 

(11:43 am IST)