Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

વાંકાનેરઃ પૂર્વ સંસદસભ્ય લલિતભાઇ મહેતાનો જન્મદિન

વાંકાનેરઃ પૂર્વ સંસદસભ્ય (રાજયસભા) લલિતભાઇ મહેતાનો આજે જન્મદિન છે તેનો  આજે ૮પમાં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.

છેલ્લા રપ વર્ષથી તેઓ પાંજરાપોળનું પ્રમુખ પદ સંભાળી રહ્યા છે. અને દર વર્ષે રૂ.૧,૦૦,૦૦૦ જીવદયા દાન પાંજરાપોળને આપે છે. આર્થિક નબળા વિદ્યાર્થીઓને ફી ભરપાઇ કરવા મદદ કરે છે. બન્ને દાનની રકમો કાયમી રીતે જયારે લલિતભાઇ મહેતાની હયાતી ન હોય તો પણ વાંકાનેર પાંજરાપોળ તથા વિદ્યાભારતી અને વાંકાનેર એજયુકેશન સોસાયટી તથા જૈનસંઘોના વિદ્યાર્થીઓને કાયમી મળતી રહે તે લલિતભાઇના માતુશ્રી-પિતાશ્રીના નામનુ 'જવલ -અમુલ ચેરીટેબલ ફાઉન્ડેશન' બનાવ્યું છે.અને આ ફાઉન્ડેશનમાં લલિતભાઇ મહેતાએ રૂ.૧પ,પપ,પપપ તથા તેમના પત્નિ ઇન્દુમતિબહેન મહેતાએ રૂ.૧પ,પપ,પપ૬ એમ કુલ ૩૧,૧૧,૧૧૧ નું કોર્પસ ફંડ તરીકેનું દાન આજના દિવસે આપ્યું છે. જેના વ્યાજમાંથી પેઢી દર પેઢી દર વર્ષે બન્ને રકમો જે તે સંસ્થાને એટલે કે વાંકાનેર પાંજરાપોળને રૂ.૧,૦૦,૦૦૮ અને વિદ્યાભારતીના વિદ્યાર્થીઓ માટે રૂ.૩૧,૦૦૦ વાંકાનેર એજયુકેશન સોસાયટીના વિદ્યાર્થીઓ માટે રૂ.૧૮,૦૦૦ તથા વાંકાનેર વિશાશ્રીમાળી તપગચ્છ જૈન સંઘના વિદ્યાર્થીઓ માટે રૂ.૧ર,૦૦૦ મળતા રહે એ ઉપરાંત વાંકોનર જૈન દેરાસરને રૂ.પ,૦૦૪ સાધારણ ખાતે તથા રૂ.પ,૦૦૦૪ આયંબીલ ખાતે ટ્રસ્ટ દર વર્ષે આપશે આ ઉપરાંત ગાયત્રી મંદિરના મંદબુધ્ધિના બાળકો માટે પણ રૂ.પ,૦૦૪ દર વર્ષે ટ્રસ્ટ આપશે.

આવા શુભ સંકલ્પનો અમલ કરવાની રીતે આજનો ૮પ મો જન્મદિવસ ઉજવ્યો છે. શ્રી લલિતભાઇ જે૭ ટ્રસ્ટો સાથે સંકળાયેલા છે તે ૭ સંસ્થાઓના ટ્રસ્ટીઓ તથા રપ૦ જેટલા કર્મચારીઓને તથા વાકાનેર મચ્છુકાંઠા વૃધ્ધાશ્રમ અને વાંકાનેર ગાયત્રિ મંદિરના મંદબુધ્ધિના બાળકોને મીઠાઇના પેકેટ મોકલવામાં આવ્યા છે. લલિતભાઇના બન્ને પુત્રો તથા તથા પુત્રીએ જૈન સ્વામિવાત્સલ્ય જમણ આજે યોજી તેમનો ૮પ મો જન્મદિવસ આ રીતે યાદગાર બનાવ્યો છે. લલિભાઇનો જન્મ અષાઢ વદ-૭, શુક્રવાર ૧૯૩૭માં થયેલો એ જ અષાઢ વદ-૧ શુક્રવાર ર૦ર૧ ના ૮પમાં વર્ષના જન્મદિવસે પણ છે તિથી અને તારીખનો શુભ સંયોગ ૮૪ વર્ષે થયો છે.

આંખની હોસ્પિટલ, બંધુસમાજ દવાશાળા, વિદ્યાભારતી, યુવા સંગઠ્ઠન, ખોડીયાર ગૌસેવા, વાંકાનેર એજયુકેશન સોસાયટી અને વાંકાનેર પાંજરાપોળ આ બધી સંસ્થાઓના પ્રમુખ તરીકે રોજ-બ-રોજના કામકાજ માટે દરરોજ ૪-પ કલાક તથા રાજકોટ નાગરીક સહકારી બેંક લી. વાંકાનેર શાખામાં સ્થાનિક વિકાસ સમિતીમાં કાયમી સલાહકાર સભ્ય, રાજકોટની વ્યવસાય વિદ્યા પ્રતિષ્ઠાન સંચાલિત વી.વી.પી.એન્જીનીયરીંગમાં અને ઇન્દુભાઇ પારેખ સ્કુલ ઓફ આર્કિટેકચરના મેનેજીંગ ટ્રસ્ટી તરીકે વહીવટી નીતિવિષયક અને રોજ-બ-રોજ કામકાજની ફાઇલો દરરોજ રાત્રે તપાસીએ કામગીરી પણ વાંકાનેર રહીને સંભાળે છે. જૈન દેરાસરના સલાહકાર, વિસાશ્રીમાળી તપગચ્છ જૈન જ્ઞાતિના પ્રમુખ, જૈન મહિલા મંડળોના સલાહકાર તરીકે મદદ કરી રહ્યાછે તેમને જન્મદિને શુભેચછકો દ્વારા શુભેચ્છા તેમના મો. ૯૪ર૮ર ૦પપપપ ઉપર મળી રહી છે.

(11:54 am IST)