Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

ભાજપના નેતા પૂર્વ સાંસદ હરિન પાઠકનો જન્મદિન

રાજકોટ : ગુજરાત ભાજપના વરીષ્ઠ અગ્રણી અને અમદાવાદ પૂર્વ સંસદ સભ્યશ્રી હરિન પાઠકનો જન્મ ૧૯૪૭ના વર્ષની ૨૦ જુલાઇએ થયેલ. આજે ૭૫ માં વર્ષના પંથે પ્રયાણ કર્યું છે. તેઓ સતત ૬ વખત લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયેલા અટલજીની ભારત સરકારમાં સંરક્ષણ અને પર્સોનલ વિભાગના રાજ્યમંત્રી પદે હતા. ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ., બી.એડ થયેલા છે.

મો. ૯૮૭૯૭ ૭૧૨૯૯. અમદાવાદ

(10:19 am IST)