Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

યુવા મીડિયામેન નિલેષ શીશાંગીયાનો જન્મદિનઃ ૩૪માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ યુવા મીડિયામેન નિલેષ શીશાંગીયાનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ૩૩ વર્ષ પૂર્ણ કરી ૩૪માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓએ ચાંદની ન્યુઝ (સ્વ.ભરતભાઈ ભીંડે) તથા હેલ્લો સૌરાષ્ટ્ર ન્યુઝ (સ્વ.ખુમાનસિંહ જાડેજા) સાથે કેમરામેન તરીકે કારર્કીદીની શરૂઆત કરી હતી. રાષ્ટ્રીય ચેનલ ''બેગ ફિલ્મ્સ'', ''શનશની'', ''પોલખોલ''માં કામ કર્યા બાદ સીએનઈબી, ઈન્ડિયા ન્યુઝ, જર્નાલિસ્ટ ટુડે નેટવર્ક, સહારા સમય, પી.૭ ન્યુઝ, ન્યુઝ નેશન, જેવી સંસ્થા સાથે સમાયાંતરે રિપોર્ટર (કોરસપોન્ડન્ટ) તરીકે યશસ્વી કામ કર્યું છે, હાલ રાષ્ટ્રીય સમાચાર ચેનલ આજતક તથા ઈન્ડિયા ટુડે ગ્રુપ સાથે નિલેષ શીશાંગીયા પત્રકારત્વ નિભાવી રહ્યા છે, છેલ્લા સાત વર્ષથી સ્પીડ રીપોર્ટ દ્વારા સોસીયલ મીડિયામાં મહત્વનો રોલ નિભાવી રહ્યા છે. ૧૮ વર્ષની પત્રકાર તરીકેની કારકિર્દીમાં અનેક એકસકલુસિવ સ્ટોરી કવર કરી છે સાથે આરાધ્ય કલબના નેજા હેઠળ ગરીબ બાળકોને શિક્ષણ માટે ૩૪ બાળકોના અભ્યાસની જવાબદારી નિભાવી રહ્યા છે, છેલ્લા ૧૧ વર્ષથી માત્ર બહેનો માટે રાસગરબાનું આયોજન કરે છે.

તેમને પરિવારમાં પિતા નૌતમભાઈ, માતા- ગીતાબેન, ગુરૂબંધુ તેજશ શીશાંગીયા, ભાભી- કાશ્મીરાબેન, ધર્મપત્ની- કોમલબેન, બહેન- સ્વરૂપા, દીકરી- કશીશ, ઉર્જા તથા જીલ શીશાંગીયા તથા બહોળા મિત્રવર્તુળ તરફથી શુભકામનાઓ પાઠવાઈ રહી છે.(મો.૯૮૯૮૯ ૨૩૮૦૯)

(3:37 pm IST)