Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

લુહાર સમય સમાચાર પત્રના તંત્રી પરેશભાઇ દાવડાનો જન્મદિન

રાજકોટ તા.૧૮: દિવ્ય કેસરી સમાચાર પત્ર તથા લુહાર સમય સમાચાર પત્રના તંત્રી પરેશભાઇ દાવડાનો આજે જન્મ દિવસ છે.

પત્રકાર તરીકે લોકહદયમાં અમીટ છાપ ઉભી કરનાર પરેશભાઇનો લુહાર સમાજને શૈક્ષણિક ક્ષેત્રે તથા સામાજીક ક્ષેત્રે આગળ વધારવામાં મહત્વનો ફાળો રહયો છે. હાલમાં જ પરેશભાઇ દાવડાએ ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીના હસ્તે ભાજપમાં પ્રવેશ કરેલ છે. તેઓ ઝળહળતા જીવનના ૪૮માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહયા છે. મિત્ર વર્તુળ, સગા-સંબંધીઓ તેમના પર અભિનંદનની પુષ્પવર્ષા કરી રહયા છે.(૧.૮) (મો. ૯૪૨૭૨ ૮૪૦૧૭)

(11:37 am IST)