Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

ફ્રીડમ યુવા ગ્રુપના પ્રણેતા ભાગ્યેશ વોરાનો જન્મદિનઃ ૩૯માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ તબીબી શૈક્ષણિક સેવા પ્રવૃતિ તથા ગાંધી વિચારનાં પ્રચાર- પ્રસાર માટે કાર્યરત ફ્રીડમ યુવા ગ્રુપનાં પ્રણેતા ભાગ્યેશ વોરાનો આજે સોમવારે જન્મદિવસ છે. તા.૧૫ / ૧૦ / ૧૯૮૦ના રોજ જન્મેલ ભાગ્યેશભાઈ જીવનનાં ૩૮ વર્ષ પૂર્ણ કરીને ૩૯માં વર્ષ પ્રવેશ કરી રહ્યા છે. સંસ્થા દ્વારા મેડિકલ સાધન સહાય કેન્દ્ર, કિડની ડાયાલીસીસ હેલ્પ સેન્ટર, દર્દી નારાયણ નિદાન સહાય કેન્દ્ર, શિક્ષણ સહાય સેતુ, ગાંધી વિચાર યાત્રા, સહીતની સેવાકીય પ્રવૃતિ કરી રહ્યા છે. તેઓ શીશુંકાળથી  જ રાષ્ટ્રીય સેવક સંઘના સ્વયંસેવક છે. રાજકોટ મોઢવણિક મહાજનના પ્રમુખ, રાજકોટ નાગરિક સહકારી બેંકની શાખા વિકાસ સમિતિના સહકન્વીનર, પોસ્ટલ ફોરમના સદસ્ય, રાષ્ટ્રીય શાળાની સલાહકાર સમિતિના સદસ્ય, એલ.આઈ.સી.રાજકોટ ડીવીઝન એડવાઈઝરી બોર્ડના સદસ્ય, અખિલ ભારતીય મોઢવણિક મહામંડળની એડહોક કમિટિના સદસ્ય સહીત અનેક સંસ્થાઓ સાથે જોડાયેલ છે. તેઓએ ભાજપ વોર્ડ મહામંત્રીથી લઈ શહેર યુવા ભાજપ સાંસ્કૃતિક સેલના કન્વીનર તરીકેની પણ અનેક વિધ જવાબદારીઓ નિભાવેલ હતી. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના ભૂતપૂર્વ વિશેષ આમંત્રિત કારોબારી સદસ્ય, પંચનાથ બાલમિત્ર ગરબી મંડળના ભૂતપૂર્વ પ્રમુખ સહિતની જવાબદારીઓ નિભાવેલ. તેઓને સેવાક્ષેત્રે ઉત્કૃસ્ટ કામગીરી બદલ વર્ષ ૨૦૧૨માં મેયર એવોર્ડ તથા પ્રાઈડ ઓફ રાજકોટ એવોર્ડ પણ તેઓને એનાયત થયેલ છે. (મો.૯૪૨૭૭ ૩૦૪૬૨)

(3:26 pm IST)