Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

બાર એસો.ના ઉપપ્રમુખ બકુલ રાજાણીએ ફીફટી પુરી કરીઃ રવિવારે જન્મદિવસ

રાજકોટઃ રાજકોટની અનેક ધાર્મીક, સામાજીક અને સેવાકીય સંસ્થા સાથે સંકળાયેલ રાજકોટ વિઘાનસભા ૭૦ના ભારતીય જનંતા પક્ષના અગ્રણી તેમજ રાજકોટ બાર એસોશીએશનના ઉપપ્રમુખ તથા પ્રખર ધારાશાસ્ત્રી અને નોટરી બકુલ વી. રાજાણીનો આવતીકાલે તા.૧૪ અને રવિવારે જન્મદિવસ છે. વ્યવસાયે ધારાશાસ્ત્રી બકુલભાઈ સૌરાષ્ટ્ર કચ્છ લોયર્સ ફેડરેશનના સ્થાપક પ્રમુખ, રાજકોટ જીલ્લા જેલ સમિતિમાં પૂર્વ સદસ્ય, શ્રી રાજાણી મહાદેવ મિત્ર મંડળ, શ્રા સાંઈબાબા સેવા મંડળ, જય ભવાની ગરબી મંડળ તથા વાણીયાવાડી યુવક મંડળના પ્રમુખ, સૌરાષ્ટ્રની હિન્દુ-મુસ્લીમ એકતા સમી સંસ્થા સદભાવના સેવા સમિતિમાં ખજાનચી તરીકની સેવા આપી રહેલ છે. રાજકોટ બાર એસોસીએશનમાં ઉપપ્રમુખ તરીકે બકુલ રાજાણીએ  તમામ વકિલોના હિતમાં કોઈપણ વકિલની રજુઆત હોય નાયક તરીકે કામ કરતા હોય જેથી કોર્ટમાં બકુલ રાજાણી ૧૦૮ તેમજ નાયક તરીકેની છાપ વકિલોમાં ધરાવતા હોય હેમંશા વકિલોના હિતમાં કાર્ય કરતા હોય જેથી વકિલોમાં બહોળી છાપ ધરાવે છે.

નાનપણથી જ સેવાને પોતાનો મંત્ર બનાવનાર શ્રી રાજાણી અત્યાર સુધીમાં ૨૧ વખત રકતદાન પણ કરી ચુકેલ છે. રાજાણીએ અભ્યાસકાળ દરમ્યાન પોતાનું પ્રથમ દાન યંગ સ્ટાર કલબ ઓફ રાજકોટ એમ્બ્યુલન્સ લેવામાં ૧૯૮૭ માં  ૫૦૦૦/- નું યોગદાન આપેલ અને રાજકોટ એડવોકેટે વેલ્ફેર ફડંમાં રૂા ૧,૧૧,૧૧૧/- નું અનુદાન કરેલ. રાજકોટની સીવીલ હોસ્પીટલમાં નિયમીત ફુટ વિતરણ, અંધ-અપંગ ગૃહની રેગ્યુલર મુલાકાત જરૂરીયાતમંદોને અનાજ-દેવાની સહાય કરવી તેમજ જીવદયાના ભગીરથ કાર્ય કરવા તેમજ આજીવન ગાયને જમાડીને જ જમવું એ રાજાણીનો નિયમિત ક્રમ બની ગયેલ છે.

અત્યાર સુધીમાં ૧૬થી પણ વધુ ગરીબ પરીવારની દિકરીઓને પોતાના ખર્ચે  પ્રભુતામાં  પગલા મંડાવનાર રાજાણીએ છેલ્લા ૧૯ વર્ષ દરમ્યાન જય ભવાની ગરબી મંડળની બાળાઓને સોનાના ચેઈનથી માંડીને ૧૭૦ લીટરના ફ્રીજ સુધીની લ્હાણી બાળાઓને અર્પણ કરી ચુકેલ છે. ધાર્મીક પ્રસંગોની ઉજવણી, સર્વે પિતૃ મોક્ષાર્થે જ્ઞાન પારાયણ, ધુન, ભજન જેવા અનેક ધાર્મીક  આયોજન તેઓની રાહબરી હેઠળ નિયમીત આયોજન કરનાર રાજાણીને તેમના જન્મદિવસ વિશાળ મિત્ર વતૃર્ળ દ્વારા શુભેચ્છા વર્ષા થઈ રહી છે તેઓનો (મો. નં.૯૮૨૫૨ ૧૧૩૯૧, ૯૯૯૮૧ ૧૧૩૯૧) ઉપર જન્મદિનની શુભકામના મળી રહી છે.

(11:54 am IST)