Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

દ્વારકાધીશની કૃપા શિરે, મૌલેશ પટેલ ચાલે ધીરે..ધીરે...: કાલે જન્મદિન

શુભેચ્છાના સાથિયા પૂરાવો, ખુશીના દીવડા પ્રગટાવો, છપ્પનમાં પ્રવેશવાની વધામણી

રાજકોટઃ. આજ આનંદ, આજ ઉછરંગ, આજ સલુણા નેહ, આજ આંગણે કંચન વરસ્યા મેહ...આવી ખુશી શ્રી મૌલેશ પટેલ (ઉકાણી)ના પરિવાર અને શુભેચ્છક વર્તુળમાં છવાઈ ગઈ છે. તેમના આવતીકાલના જન્મદિન નિમિતે આજથી જ શુભેચ્છા વર્ષા શરૂ થઈ ચૂકી છે. દ્વારકાધીશની કૃપા શિરે, મૌલેશ પટેલ ચાલે ધીરે...ધીરે...

૧૪ ઓકટોબર ૧૯૬૩ના દિવસે જન્મેલા શ્રી મૌલેશ પટેલ પ્રગતિનો પર્યાય છે. બાન લેબ્સના સફળ સંચાલક તરીકે તેમણે કીર્તિસ્થંભ સ્થાપ્યા છે. તેમની 'સેસા' બ્રાન્ડ ઘર-ઘરમાં જાણીતી છે. દ્વારકાધીશના પરમ ભકત છે. સરકારે દ્વારકાના દ્વારકાધીશ મંદિરની મુખ્ય સમિતિમાં સભ્ય પદે તેમને નિયુકત કર્યા છે. તેઓ સેવાનો પર્યાય છે. નિષ્ઠા અને પ્રતિષ્ઠા ઠસ્સોઠસ, ટકે વરસો વરસ...

કડવા પટેલ સમાજ ઉપરાંત સમાજના તમામ વર્ગમાં ચાહના ધરાવે છે. અનેક સંસ્થાઓમાં તેમનું યોગદાન છે. સૌનો સાથ, સૌનો વિકાસ... તેઓ ઘડીયાલના કાંટા ચોટાડવાના બદલે સમયની સાથે ચાલવામાં માને છે. રાજકારણમાં ન હોવા છતા આવેલી અનેક રાજકીય તકને તેમણે સવિનય જતી કરી છે. તેઓ ગૌરવથી કહે છે મારો રસ્તો ગાંધીનગર કે દિલ્હીનો નહિ, દ્વારકાનો છે. સબ કા સાથ હૈ ઈતના પ્યારા, હમે લગે જીવન સારા...

આપણા મલકના માયાળુ માનવી શ્રી મૌલેશ પટેલ ભગવાન શ્રી કૃષ્ણના સંદેશના ચાહક અને વાહક છે. તેઓ માને છે કે,

તેરા મેરા, છોટા બડા, અપના પરાયા, મન સે મીટા દો, ફીર સબ તુમ્હારા હૈ, ઔર તુમ સબ કે હો...

મો. ૯૮૨૪૪ ૦૦૯૦૦ રાજકોટ

(11:52 am IST)